logo-img
Moto G57 Power 5g Launched With 7000mah Battery 50mp Camera

7000mAh બેટરી, 50MP કેમેરા સાથે Moto G57 Power 5G લોન્ચ! : જાણો કિંમત અને ફીચર્સ

7000mAh બેટરી, 50MP કેમેરા સાથે Moto G57 Power 5G લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Nov 24, 2025, 09:43 AM IST

Know information about the price and features of Moto G57 Power 5G: Motorola એ ભારતીય બજારમાં નવો સસ્તો સ્માર્ટફોન, Moto G57 પાવર 5G લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 7000mAh બેટરી સાથે આવે છે. Motorola એ આ સ્માર્ટફોનમાં Qualcomm નું Snapdragon 6s Gen 4 પ્રોસેસર આપ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને 8GB રેમ સાથે આવે છે. જાણો Moto G57 Power 5G ની કિંમત, ફીચર્સ અને ડિસ્પ્લે વિશેની માહિતી.

Moto G57 Power 5G કિંમત

કિંમતની વાત કરીએ તો, Moto G57 Power 5G ના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹14,999 છે. બેંક ઑફર્સ અને ખાસ લોન્ચ ડિસ્કાઉન્ટ જેવી ઑફર્સ પછી, ફોન ₹12,999 ની કિંમતે ઉપલબ્ધ થશે. સ્માર્ટફોનનું વેચાણ 3 ડિસેમ્બરથી ઈ-કોમર્સ સાઇટ ફ્લિપકાર્ટ અને Motorola ની ઓફિશિયલ સાઇટ પર શરૂ થશે. આ ફોન Pantone Corsair, Pantone Fluidity અને Pantone Regatta જેવા રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

Moto G57 Power 5G ડિસ્પ્લે, ડિમેન્શન અને કનેક્ટિવિટી ઓપ્શન

Moto G57 Power 5G માં 6.72-ઇંચ LCD ફુલ HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2400×1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ છે. ડિસ્પ્લે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i દ્વારા સુરક્ષિત છે. આ ફોનમાં પાણીના સામે પ્રોટેક્શન માટે IP64 રેટિંગ આપવમાં આવી છે. બોડી MIL-STD-810H પ્રમાણપત્ર સાથે પણ આવે છે. ડિમેન્શનમાં 166.23mm લંબાઈ, 76.50mm પહોળાઈ, 8.60mm જાડાઈ અને 210.6 ગ્રામ વજન. કનેક્ટિવિટી ઓપ્શનમાં ટાઇપ-C પોર્ટ 2.0, 3.5mm હેડસેટ જેક, FM રેડિયો, 5G, બ્લૂટૂથ 5.1, Wi-Fi, ડ્યુઅલ-સિમ સપોર્ટ અને GPS સામેલ છે. આ ફોનમાં 7000mAh બેટરી છે, જે 33W ટર્બો પાવર ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Moto G57 Power 5G પ્રોસેસર, સેફટી અને કેમેરા સેટઅપ

G57 Power 5G માં Qualcomm ના Snapdragon 6s Gen 4 (4nm) પ્રોસેસર છે. ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો, આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 પર ચાલે છે. તેમાં 8GB LPDDR4X RAM અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે, જે 24GB સુધી વધારી શકાય છે. સેફટી માટે, ફોનમાં સાઇડ ફિંગરપ્રિન્ટ રીડર અને ફેસ અનલોક છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો, G57 Power 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો, f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને 2-ઇન-1 લાઇટ સેન્સર છે. સેલ્ફી અને વિડીયો કોલ માટે, તેમાં f/2.2 અપર્ચર સાથે 8mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now