Home Business Post Office Rd Scheme 9500 Monthly Investment 16 Lakh Fund

ના હોય!, સરકાર આપી રહી છે 1600000 રૂપિયા : ફક્ત આટલું કરો તમને પણ મળશે આ મોટી રકમ

હાથમાં 500 રૂપિયાની નોટો
Published by: Chintan Chavda
Last Updated: Jul 11, 2026, 07:21 AM IST

જો તમે દર મહિને નક્કી રકમ બચાવીને લાંબા ગાળામાં મોટું ફંડ બનાવવા માંગતા હો, તો પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ એક સારો વિકલ્પ બની શકે છે. આ યોજનામાં દર મહિને નક્કી રકમ જમા કરીને સુરક્ષિત બચત સાથે નિશ્ચિત વ્યાજનો લાભ મળે છે. ખાસ વાત એ છે કે આ સ્કીમમાં લોનની સુવિધા, ખાતું સમય પહેલાં બંધ કરવાની જોગવાઈ તેમજ મેચ્યોરિટી બાદ આગળ વધારવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

હાલના નિયમો મુજબ પોસ્ટ ઓફિસ RD પર વાર્ષિક 6.7 ટકા વ્યાજ મળે છે. જોકે, સરકાર દ્વારા નાની બચત યોજનાઓના વ્યાજ દરની દર ત્રિમાસિક સમીક્ષા કરવામાં આવે છે, તેથી ભવિષ્યમાં તેમાં ફેરફાર થઈ શકે છે.

એક વર્ષ બાદ ડિપોઝિટ પર મળશે લોન

પોસ્ટ ઓફિસ RD સ્કીમની એક મહત્વપૂર્ણ સુવિધા એ છે કે ખાતાધારક પોતાની જમા રકમ સામે લોન પણ મેળવી શકે છે. જો ખાતું ઓછામાં ઓછું એક વર્ષ સુધી નિયમિત રીતે ચલાવવામાં આવ્યું હોય, તો ખાતાધારક પોતાની જમા થયેલી રકમના 50 ટકા સુધી લોન લઈ શકે છે. આ સુવિધા જરૂરિયાતના સમયે રોકાણ તોડ્યા વિના નાણાકીય મદદ મેળવવામાં ઉપયોગી સાબિત થાય છે.

આ પણ વાંચો: 'E20થી માઈલેજ પર થશે થોડી અસર, પણ કાર ખરાબ થવાનો એકેય કેસ નથી' : વિરોધીઓને નીતિન ગડકરીએ આપ્યો સ્પષ્ટ જવાબ

સમય પહેલાં ખાતું બંધ કરી શકાય?

જો કોઈ રોકાણકાર મેચ્યોરિટી પહેલાં ખાતું બંધ કરવા ઇચ્છે તો તેના માટે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ખાતું સતત ત્રણ વર્ષ સુધી ચલાવ્યા બાદ પ્રિમેચ્યોર ક્લોઝર કરી શકાય છે. જોકે, આવી સ્થિતિમાં RD સ્કીમનું વ્યાજ મળતું નથી. તેના બદલે પોસ્ટ ઓફિસના સેવિંગ્સ એકાઉન્ટ મુજબનું વ્યાજ જ ચૂકવવામાં આવે છે.

મેચ્યોરિટી બાદ વધુ પાંચ વર્ષ સુધી ચાલુ રાખી શકાય

પોસ્ટ ઓફિસ RD સ્કીમની મૂળ અવધિ પાંચ વર્ષ છે. પરંતુ જો રોકાણકાર ઇચ્છે તો મેચ્યોરિટી પછી તેને વધુ પાંચ વર્ષ માટે લંબાવી શકે છે. આ રીતે એક જ ખાતામાં કુલ 10 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખી શકાય છે, જેના કારણે લાંબા ગાળે વ્યાજનો વધુ લાભ મળી શકે છે.

સગીર બાળકના નામે પણ ખોલી શકાય ખાતું

આ યોજના હેઠળ સગીર બાળકોના નામે પણ ખાતું ખોલી શકાય છે. માતા-પિતા અથવા કાનૂની વાલી બાળકના નામે રોકાણ કરી શકે છે. તે ઉપરાંત પોસ્ટ ઓફિસ RD સ્કીમમાં જોઇન્ટ એકાઉન્ટ ખોલવાની પણ સુવિધા ઉપલબ્ધ છે, જેથી પરિવારના બે અથવા વધુ સભ્યો સંયુક્ત રીતે રોકાણ કરી શકે છે.

આ પણ વાંચો: 'એક નહીં, 6 વાહન માલિકો રજૂ કરીશું' : E20 ફ્યુઅલ મુદ્દે નીતિન ગડકરીની વાતને પડકારતા પ્રદર્શનકારીઓનું મોટું નિવેદન

દર મહિને ₹9,500 રોકાણથી 10 વર્ષમાં કેટલું મળશે?

જો કોઈ રોકાણકાર દર મહિને ₹9,500 પોસ્ટ ઓફિસ RDમાં જમા કરાવે અને હાલના 6.7 ટકા વાર્ષિક વ્યાજ દર મુજબ રોકાણ ચાલુ રાખે તો અંદાજે નીચે મુજબ રકમ મળી શકે છે. પ્રથમ 5 વર્ષમાં કુલ જમા રકમ ₹5,70,000 થશે. વ્યાજ સહિત મેચ્યોરિટી પર અંદાજે ₹6,77,980 મળશે. એટલે કે માત્ર વ્યાજથી આશરે ₹1,07,980ની કમાણી થશે. જો આ રોકાણ વધુ 5 વર્ષ માટે ચાલુ રાખવામાં આવે, તો કુલ 10 વર્ષમાં અંદાજે ₹11,40,000નું રોકાણ થશે અને વ્યાજ સહિત કુલ રકમ આશરે ₹16,23,123 થઈ શકે છે. એટલે કે માત્ર વ્યાજથી અંદાજે ₹4,83,123ની કમાણી થઈ શકે છે.

નોંધનીય છે કે આ ગણતરી હાલના 6.7 ટકા વ્યાજ દરના આધારે કરવામાં આવી છે. સરકાર ભવિષ્યમાં વ્યાજ દરમાં ફેરફાર કરે તો મેચ્યોરિટી રકમમાં પણ ફેરફાર થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now