Home Gujarat Political Tension In Junagadh As Shoe Attempt Targets Aap Mla Gopal Italia

ગોપાલ ઈટાલિયાને જૂતું ફેંકવાની કિંમત 50000 રૂપિયા! : ઝડપાયેલા શખસનું ચોંકાવનારું નિવેદન, ઇસુદાન ગઢવીએ ભાજપ પર સાધ્યું નિશાન

ગોપાલ ઈટાલિયાને જૂતું ફેંકવાની કિંમત 50000 રૂપિયા!
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 12:39 PM IST

વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકાયું હતું. જામનગર બાદ હવે જૂનાગઢના માળિયાહાટીનામાં જૂતું ફેંકાયું હતું. આપની ખેડૂત સભામાં ગોપાલ ઈટાલિયા સંબોધન કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. સદનસીબે જૂતું ગોપાલ ઈટાલિયાના પગમાં વાગ્યું હતું. સભામાં હાજર વ્યક્તિ બીજીવાર જૂતું ફેંકવા જતો હતો ત્યારે તેને પકડી લીધો હતો.

જૂતું ફેંકવાની કિંમત 50000 રૂપિયા

ઝડપાયેલા શખસની ઓળખ શબીર મીર પરમાર તરીકે થઈ છે. પોલીસ પૂછપરછમાં શબીરે કબૂલાત કરી છે કે તેને આ કૃત્ય કરવા માટે લાલચ આપવામાં આવી હતી. શબીરના જણાવ્યા અનુસાર, "ભંડુરી રામજીભાઈનો દીકરો મીત, ભરતભાઈ અને પોતાની ઓળખ 'સાહેબ' તરીકે આપનાર એક વ્યક્તિએ મને આ કામ સોંપ્યું હતું. તેમણે મને ગોપાલ ઈટાલિયા પર જૂતું મારવાના બદલામાં 50 હજાર રૂપિયા આપવાની ઓફર કરી હતી અને અડધા પૈસા એડવાન્સ આપવાની વાત પણ કરી હતી."


અગાઉ પણ બની હતી આવી ઘટના

​નોંધનીય છે કે, આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. અગાઉ જામનગર ખાતે એક કાર્યક્રમ દરમિયાન ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની એ ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં તેનું પુનરાવર્તન થયું છે. એક ધારાસભ્ય સાથે વારંવાર આવી ઘટના થવાથી સુરક્ષા-વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. AAP ના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી સખત શબ્દોમાં વખોડી કાઢી છે.

ઇસુદાન ગઢવીએ ભાજપ પર સાધ્યું નિશાન
આ મામલે ઇસુદાન ગઢવી બોલ્યા, ભાજપે ગોપાલ ઇટાલિયા પર હુમલાનો પ્રયાસ કરાવ્યો, યુવાને ₹50 હજાર અને દારૂ આપ્યાની કબૂલાત કરી છે. ગોપાલ ઇટાલિયા પર જીવલેણ હુમલો કરવાનાં ઇરાદે યુવક છરી લઇને આવ્યો હતો. AAP ની વધતી લોકપ્રિયતાથી ભાજપ ગભરાયું છે અને હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.

વધુમાં ઇસુદાન ગઢવીએ કહ્યું, ભાજપ-પોલીસની મિલીભગતથી AAP નેતાઓ પર હુમલા કરવામાં આવે છે. AAP માં મોટી સંખ્યામાં લોકો જોડાતા ભાજપ નીચી રાજનીતિ પર ઉતર્યું છે. પાટીદાર નેતા તરીકે ઉભરી આવતા ગોપાલ ઇટાલિયા ભાજપના નિશાને છે.

ઇસુદાન ગઢવી આગળ બોલ્યા, ભાજપ બેરોજગાર યુવાનોને આ પ્રકારનાં ખોટા કામ કરાવડાવીને બરબાદ કરી રહી છે. દારૂ પીધેલો હોવા છતાં યુવક સામે પોલીસ કાર્યવાહી કરતી નથી, જ્યારે ઇસુદાન ગઢવી જેમણે જીવનમાં ક્યારેય દારૂ પીધો નથી, તેમના પર ખોટા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા આ ષડયંત્રમાં સંડોવાયેલ ભાજપના નેતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now