Home International Political Party Funding Adr Report Said Big Increase Donations Received By Bjp Congress Is In Second Place

એક વર્ષમાં 200 %થી વધુ ભાજપને મળ્યું દાન : જાણો અન્ય રાજકીય પાર્ટીઓને કેટલું મળ્યું?

એક વર્ષમાં 200 %થી વધુ ભાજપને મળ્યું દાન
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 04:43 PM IST

વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટીના ભંડોળમાં પણ દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આ નાણાકીય વર્ષમાં ભાજપને 2243 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે, જે 2022-23 કરતા 1524 કરોડ વધારે છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના અહેવાલ મુજબ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને 20,000 રૂપિયાથી વધુના દાનની વિગતો આપી છે. આ મુજબ, રાજકીય પક્ષોને સમગ્ર નાણાકીય વર્ષમાં 2544.278 કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે.

2023-24માં ભાજપને મળ્યું આટલું દાન
ભાજપને ફાળો નાણાકીય વર્ષ 2022-23માં 719.858 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 2,243.94 કરોડ રૂપિયા થઈ ગયો છે, જે 211.72 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. એ જ રીતે, કોંગ્રેસને નાણાકીય વર્ષ 2022-23માં દાનની રકમ 79.924 કરોડ રૂપિયાથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 281.48 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે 252.18 ટકાનો વધારો દર્શાવે છે.

કોંગ્રેસને કેટલું દાન મળ્યું?
રાષ્ટ્રીય પક્ષોને 12,547 દાતાઓ તરફથી કુલ 2,544.28 કરોડ રૂપિયાનું દાન જાહેર કરવામાં આવ્યું છે. જે ગત વર્ષની સરખામણીએ 199 ટકા વધારે છે. કુલ જાહેર કરાયેલા દાનમાં ભાજપનો ભાગ 88 ટકા છે. બીજી તરફ 1994ની ચૂંટણીમાં 281.48 કરોડ રૂપિયાનું દાન સાથે કોંગ્રેસ બીજા નંબર પર રહી હતી.

ADRના રિપોર્ટ અનુસાર, આમ આદમી પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)એ 2023-24માં દાનમાં તીવ્ર ઘટાડો જોયો છે. રિપોર્ટ અનુસાર, અગાઉના નાણાકીય વર્ષ 2022-23ની તુલનામાં 2023-24 માં આપ દ્વારા પ્રાપ્ત દાનમાં 70.18 ટકા અથવા 26.038 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો અને આમ આદમી પાર્ટીને માત્ર 11 કરોડ રૂપિયા મળ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,