Home International Policeman Burned Alive Amid Protests In Iran Foreign Minister Accuses Israel Mossad Of Conspiracy Horrific Scenes

ઈરાનમાં પોલીસકર્મીને જીવતો સળગાવ્યો : વિદેશ મંત્રીએ ઇઝરાયલ પર લગાવ્યો ષડયંત્રનો આરોપ, જુઓ ભયાનક દ્રશ્યો

ઈરાનમાં પોલીસકર્મીને જીવતો સળગાવ્યો
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2026, 05:06 AM IST

ઈરાનમાં છેલ્લા 16 દિવસથી ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનો હવે વધુ હિંસક અને જટિલ બની રહ્યા છે, જેમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચેના સંઘર્ષમાં નવા આરોપો અને ધમકીઓનો સમાવેશ થઈ રહ્યો છે. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પ્રદર્શનકારીઓ પર પોલીસકર્મીઓને મારવા અને જીવતા સળગાવવાના આરોપ લગાવ્યા છે, અને તેને ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદનું ષડયંત્ર ગણાવ્યું છે. આ વિરોધની શરૂઆત આર્થિક સંકટ, મોંઘવારી, બેરોજગારી અને રાજકીય અસંતોષને કારણે થઈ હતી, પરંતુ તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધારી રહ્યા છે, જ્યાં અમેરિકા અને ઇઝરાયલને ધમકીઓ મળી રહી છે.

મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 538 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના પ્રદર્શનકારીઓ છે, અને 10,600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજધાની તેહરાનમાં વીજળી કાપ અને મસ્જિદમાં આગ જેવી ઘટનાઓએ પરિસ્થિતિને વધુ વણસાવી છે, જ્યારે ઈરાની રાષ્ટ્રપતિ અને સંસદ અધ્યક્ષે અમેરિકા-ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યા છે. આ વિરોધ માત્ર ઈરાનની અંદરની વાત નથી, પરંતુ તે મધ્ય પૂર્વની ભૂ-રાજકીય સ્થિતિને પણ અસર કરી શકે છે, અને ભારતીય નાગરિકોની ધરપકડ જેવા અફવાઓને પણ નકારી કાઢવામાં આવી છે.

પોલીસકર્મીને જીવતો સળગાવવાની ઘટના

ઈરાનમાં વિરોધ પ્રદર્શનોના 16મા દિવસે વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પ્રદર્શનકારીઓ પર પોલીસકર્મીઓને મારવા અને જીવતા સળગાવવાના આરોપ લગાવ્યા છે. તેમણે આને ઇઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદનું ષડયંત્ર ગણાવ્યું છે અને તેના વીડિયો પણ શેર કર્યા છે. અરાઘચીના મતે, આ હુમલા વિદેશી તત્વોની સાથે જોડાયેલા છે.

મોત અને ધરપકડનો વધતો આંકડો,538 મૃત્યુ, 10 હજારથી વધુ કસ્ટડીમાં

છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 538 લોકોના મોત થયા છે, જેમાં ન્યૂઝ એજન્સી AP અનુસાર 490 પ્રદર્શનકારીઓ અને 48 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે. અલ જઝીરાના અહેવાલમાં 109 સુરક્ષાકર્મીઓને માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 10,600થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તેહરાનમાં વીજળી કાપ અને મસ્જિદમાં આગ

રાજધાની તેહરાનમાં શનિવારે પ્રદર્શનો વચ્ચે વીજળી સપ્લાય રોકી દેવામાં આવી હતી, જેના કારણે પ્રદર્શનકારીઓ મોબાઈલ ફ્લેશ વડે નારા લગાવતા જોવા મળ્યા. ઈરાની સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કર્યું, જ્યારે પ્રદર્શનકારીઓએ શુક્રવારે તેહરાનની અલ-રસૂલ મસ્જિદમાં આગ લગાવી હતી. ઈરાનમાં પ્રદર્શનો વચ્ચે ભારતીય નાગરિકોની ધરપકડના અફવાઓને ઈરાને નકારી કાઢ્યા છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથાલીએ સોશિયલ મીડિયા પર નિવેદન આપીને કહ્યું કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને વિદેશી એકાઉન્ટ્સ દ્વારા ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.

અમેરિકા અને ઇઝરાયલને ઈરાનની આકરી ધમકી

ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તેના પર હુમલો થશે તો તે અમેરિકી સૈનિકો અને ઇઝરાયલને નિશાન બનાવશે. સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાગર ગાલીબાફે રવિવારે કહ્યું કે અમેરિકી મિલિટરી બેઝ, શિપ્સ અને ઇઝરાયલ અમારા નિશાન પર હશે. સંસદમાં 'ડેથ ટુ અમેરિકા'ના નારા ગુંજ્યા હતા. ગાલીબાફે સુરક્ષા એજન્સીઓની પ્રશંસા કરી અને પ્રદર્શનકારીઓને સખત સજાની ચેતવણી આપી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now