logo-img
Police Raid On Brothel Running In The Name Of Spa In Bhavnagar

ભાવનગરમાં સ્પાના નામે ચાલતા કુટણખાના ઉપર પોલીસના દરોડા : 2 સ્પા સેન્ટર ઉપરથી 7 યુવતી અને 2 ગ્રાહકને ઝડપાયા

ભાવનગરમાં સ્પાના નામે ચાલતા કુટણખાના ઉપર પોલીસના દરોડા
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 19, 2026, 09:29 AM IST

ભાવનગર શહેરમાં સ્પાના નામે ચાલતા ગેરકાયદે ધંધા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલાં સ્પા સેન્ટરો ઉપર ભાવનગર પોલીસે અચાનક દરોડા પાડી તવાઈ બોલાવી છે. પ્રાથમિક માહિતી મુજબ, સ્પાના આડમાં કુટણખાના જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

કુટણખાના ઉપર પોલીસના દરોડા

પોલીસે શહેરના કુલ ચાર જેટલા સ્પા સેન્ટરો ઉપર દરોડા પાડ્યા હતા. જેમાં ખાસ કરીને ઇવા સુરભી મોલમાં આવેલા બે સ્પા સેન્ટરો ઉપર પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. દરોડા દરમિયાન શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવેલી સાત યુવતીઓ અને બે ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તમામને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

2 સ્પા સેન્ટર ઉપરથી 7 યુવતી અને 2 ગ્રાહકને ઝડપી લેવામાં આવ્યા

આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, આવી પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને આગળ પણ નિયમિત ચેકિંગ તથા દરોડા ચાલુ રહેશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ યુવાનોને ભ્રષ્ટ પ્રવૃત્તિઓથી બચાવવા માટે આવી કાર્યવાહી જરૂરી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now