Home International Pms Sikkim Visit Cancelled Address Delivered Virtually Due To Bad Weather

PMનો સિક્કિમ પ્રવાસ રદ : ખરાબ હવામાનના કારણે વર્ચ્યૂઅલી કર્યું સંબોધન

PMનો સિક્કિમ પ્રવાસ રદ
Published by: OBS Bureau
Last Updated: May 29, 2025, 06:08 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુરુવારે યોજાનાર સિક્કિમ પ્રવાસ ખોરવાઈ ગયેલા હવામાનને કારણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રવાસ રદ થયા બાદ પીએમ મોદીએ વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં હાજરી આપી અને રાજ્યના વિકાસને લઈને મહત્ત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો.

વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે, “સિક્કિમ આજે દેશના સૌથી ગૌરવભર્યા રાજ્યોમાંનું એક છે. છેલ્લાં પાંચ દાયકામાં રાજ્યએ પ્રકૃતિની સાથે સંતુલન જાળવતાં વિકાસની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.”


તેમણે વધુમાં ઉમેર્યું કે, “સિક્કિમ ભારતનું પ્રથમ 100 ટકા ઓર્ગેનિક રાજ્ય બન્યું છે. અહીંની માથાદીઠ આવક દેશના ટોચના રાજ્યોમાં આવે છે. આ સફળતાઓ અહીંના નાગરિકોના શ્રમ અને સંકલ્પનો પરિચય આપે છે.”



આ સંદર્ભમાં પીએમ મોદીએ આ તાજેતરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ હુમલો ફક્ત ભારત નહીં, પણ આખી માનવતા વિરુદ્ધ હતો. પરંતુ આપણે આતંકીઓ અને તેમના હમદર્દોને ‘ઓપરેશન સિંદૂર’ મારફતે કડક સંદેશ આપ્યો છે. આતંકવાદીઓના ઠેકાણા નષ્ટ કર્યા અને પાકિસ્તાનના હવાઈ તંડાઓને નિશાન બનાવીને ભારતની ક્ષમતા દર્શાવી.”



પીએમ મોદીએ સિક્કિમના ભૌગોલિક અને ઢાંચાકીય વિકાસ પર પણ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, “ગત દસ વર્ષમાં રાજ્યમાં લગભગ 400 કિલોમીટરથી વધુ નેશનલ હાઈવે બનાવાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવનિર્મિત રસ્તાઓએ જોડાણ મજબૂત કર્યું છે. અટલ સેતુના નિર્માણ પછી સિક્કિમ અને દાર્જિલિંગ વચ્ચે ટ્રાફિક વધુ સરળ બન્યો છે. જયાં રોડ બનાવવું શક્ય નથી, ત્યાં રોપવે દ્વારા કનેક્ટિવિટી સુધારવાની યોજના અમલમાં છે.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનના તેલ પર અમેરિકાની નજર
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?