PM Modi on BJP Victory: પશ્ચિમ બંગાળ અને અસમમાં ભાજપની પ્રચંડ જીત બાદ પીએમ મોદી દિલ્હી સ્થિત પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. ભાજપ મુખ્યાલયમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે વર્ષોની સાધના સિદ્ધિમાં બદલાઈ છે. તેમણે અસમ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં ભાજપ/NDA સરકાર બનવા બદલ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું કે, આજનો આ દિવસ ઘણી રીતે ખાસ અને વિશેષ છે. આ દેશના ઉજ્જવળ ભવિષ્યની ઉદ્ઘોષણાનો દિવસ છે. આ સાથે જ પીએમ મોદીએ ઉમેર્યું, "હું બંગાળની જનતાને, અસમની જનતાને, પુડુચેરીની જનતાને, તમિલનાડુ અને કેરળની જનતાને આજે આદરપૂર્વક નમન કરું છું, હું તે સૌનું વંદન કરું છું. હું આજે ભાજપના કરોડો કાર્યકરોનું પણ હૃદયપૂર્વક અભિનંદન કરું છું. ભાજપના દરેક નાના-મોટા કાર્યકર્તાએ ફરી એકવાર કમાલ કરી દીધો છે, કમળ ખીલવી દીધું છે. તમે નવો ઈતિહાસ રચી દીધો છે."
કમળ ખીલવ્યા બાદ 'બંગાળી બાબુ' બન્યા PM મોદી : BJP મુખ્યાલયમાં જોવા મળ્યો નવો લુક
પાંચ રાજ્યોના લોકોએ બતાવ્યું અસલી લોકશાહી: PM
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, NDA ના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારજીએ પણ મોટી જીત નોંધાવી છે. હું આ તમામ રાજ્યોની જનતાનો તેમના સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય-પરાજય, લોકશાહી અને ચૂંટણીની રાજનીતિનો એક સ્વાભાવિક હિસ્સો હોય છે, પરંતુ 5 રાજ્યોની જનતાએ આખા વિશ્વને બતાવ્યું છે કે આપણું ભારત 'Mother of Democracy' (લોકશાહીની જનતા) કેમ છે. લોકશાહી આપણા માટે માત્ર એક તંત્ર નથી, તે આપણી નસોમાં દોડતો સંસ્કાર છે. આજે માત્ર ભારતની લોકશાહી જ નથી જીતી, આજે ભારતનું બંધારણ પણ જીત્યું છે. આપણી બંધારણીય સંસ્થાઓ જીતી છે અને આપણી લોકતાંત્રિક પ્રક્રિયાઓ જીતી છે.
ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી કમળ ખીલ્યું છે: PM
વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે યાદ અપાવતા કહ્યું કે, "ગયા વર્ષે 14 નવેમ્બરે જ્યારે બિહાર ચૂંટણીના પરિણામો આવ્યા હતા, ત્યારે મેં અહીં આ જ જગ્યાએથી આપ સૌને કહ્યું હતું કે ગંગાજી બિહારથી આગળ વહેતા ગંગાસાગર સુધી જાય છે અને આજે બંગાળની જીત સાથે ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી કમળ જ કમળ ખીલેલું છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે પશ્ચિમ બંગાળ; આજે મા ગંગાના કિનારે વસેલા આ રાજ્યોમાં ભાજપ-NDA સરકાર છે."
રાજકીય ચર્ચા વચ્ચે હવે વિજયના ભવ્ય બીચ હાઉસની તસવીરો ઇન્ટરનેટ પર છવાઈ : અંદરની તસવીરો વાયરલ
બંગાળમાં આજથી નવો સૂર્યોદય: PM
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આજથી બંગાળમાં એક નવો સૂર્યોદય થયો છે. વડાપ્રધાને કહ્યું કે આજથી બંગાળ ભયમુક્ત થયું છે. આજની ભાજપની આ જીત બંગાળની જનતાને સમર્પિત છે. આગળ પીએમએ કહ્યું કે, ભાજપ બંગાળમાં ભયમુક્ત વાતાવરણ બનાવીને બતાવશે. પ્રચંડ જીત પર પીએમ મોદીએ કહ્યું કે બંગાળની ધરતી પર નવો સૂર્યોદય થયો છે. બંગાળના લોકોએ હિંસાની રાજનીતિને જડમૂળથી ઉખેડી ફેંકી છે. આજે જઈને શ્યામા પ્રસાદ મુખર્જીની આત્માને શાંતિ મળી હશે.





