India AI Impact Expo 2026: રાજધાની દિલ્હી આજે કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના વૈશ્વિક મંચ પર ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે સાંજે 5 વાગ્યે પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે "ઇન્ડિયા AI ઇમ્પેક્ટ એક્સ્પો 2026"નું ઔપચારિક ઉદ્ઘાટન કરશે. આ એક્સ્પો 16થી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે અને ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ સાથે યોજાશે. આ કાર્યક્રમ વૈશ્વિક AI સહયોગ, નવીનતા અને વાસ્તવિક-દુનિયાના ઉકેલો માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે – ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં આવું પ્રથમ મોટું AI ઇવેન્ટ!
મુખ્ય હાઇલાઇટ્સ:
13 દેશોના પેવેલિયન (ઓસ્ટ્રેલિયા, જાપાન, રશિયા, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નેધરલેન્ડ્સ, સ્વિટ્ઝર્લૅન્ડ, સર્બિયા, એસ્ટોનિયા, તાજિકિસ્તાન અને આફ્રિકા સહિત).
7 રાષ્ટ્રપતિઓ, 2 ઉપરાષ્ટ્રપતિઓ અને 9 વડા પ્રધાનો સહિત વિશ્વના અગ્રણી નેતાઓની હાજરી.
વિશ્વની મોટી ટેક કંપનીઓના CEOઓ (જેમ કે Sundar Pichai, Sam Altman વગેરે) અને 200,000+ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ.
600+ હાઇ-પોટેન્શિયલ સ્ટાર્ટઅપ્સ, 300+ ફીચર્ડ પ્રદર્શન પેવેલિયન અને લાઇવ ડેમો.
70,000+ ચોરસ મીટર વિસ્તારમાં 10+ થીમેટિક ઝોન, ત્રણ મુખ્ય થીમ્સ: People, Planet અને Progress.
500+ સેશન્સમાં 3,250+ વક્તાઓ અને પેનલિસ્ટ્સ.
2.5 મિલિયનથી વધુ મુલાકાતીઓની અપેક્ષા!
આજે દિલ્હીમાં AIનો સાચો મહાકુંભ
16 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન સમારોહ પ્રતિબંધિત રહેશે, પરંતુ 17 ફેબ્રુઆરીથી એક્સ્પો બધા માટે ખુલ્લું રહેશે. આ ઇવેન્ટ AIને સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા, નવી ભાગીદારીઓ બનાવવા અને વૈશ્વિક AI ઇકોસિસ્ટમમાં ભારતને કેન્દ્રસ્થાને લાવવાનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે. સુરક્ષાના પગલાં તરીકે 10,000+ પોલીસ કર્મચારીઓ, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને 500+ CCTV કેમેરા તૈનાત કરાયા છે.આજે દિલ્હીમાં AIનો સાચો મહાકુંભ શરૂ થઈ રહ્યો છે – ભારતની AI યાત્રાનું નવું અધ્યાય!




















