યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. તેમણે એક્સ પર એક પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી. ઝેલેન્સકીએ વધુમાં કહ્યું હતું કે બંને નેતાઓએ યુક્રેન પર રશિયાના હુમલા અને શાંતિ પુનઃસ્થાપિત કરવાના ભારતના પ્રયાસો સહિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
પીએમ મોદીએ પણ આ વાતચીત વિશે માહિતી આપી હતી અને એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે - મને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે વાત કરીને અને તાજેતરના ડેવલપમેન્ટ પર તેમના મંતવ્યો જાણીને આનંદ થયો. મેં તેમને સંઘર્ષના ત્વરિત અને શાંતિપૂર્ણ ઉકેલની જરૂરિયાત પર ભારતનું મક્કમ વલણ અંગે તેમને અવગત કરાવ્યા. ભારત આ સંદર્ભમાં શક્ય તેટલું યોગદાન આપવા તેમજ યુક્રેન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.






