Home International Pm Modi Podcast With Nikhil Kamath

PM મોદીનું પોડકાસ્ટ : હું દેવતા નથી, મારાથી પણ થાય છે ભૂલો, જાણો કેમ પીએમ મોદીએ કહ્યું આવું

PM મોદીનું પોડકાસ્ટ
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2025, 01:56 PM IST

પ્રધાનમંત્રી મોદીનું પહેલું પોડકાસ્ટ સામે આવ્યું છે. જેમાં તેમણે અનેક મોટી વાત કરી છે. પીએમ મોદીએ ભારતીય ઉદ્યમી અને સ્ટોક બ્રોકર નિખિલ કામથના પોડકાસ્ટ શો પીપલ બાઈટ WTFના અતિથિ બન્યા અને અનેક વિષયો પર ખુલીને ચર્ચા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, હું કોઈ દેવતા કે ભગવાન નથી, હું પણ માણ સ છું એટલે મારાથી પણ ભૂલો થાય છે. સાથે તેમણે કહ્યું કે હું એવો માણસ નથી જે નિષ્ફળતા પર રડીને પોતાનું જીવન વિતાવી દો. દરેક ક્ષણે હું જોખમ ઉઠાવું છું.સાથે જ તેમણે કહ્યું તે, તેમના જીવનનો મંત્ર છે કે ક્યારેય પણ ખરાબ ઈરાદાથી કાંઈ ખોટું ન કરવું જોઈએ. પીએમ મોદીએ કહ્યું તે માણસ ભૂલ તો કરે છે પરંતુ તે ખરાબ ઈરાદાથી કામ કરવાની કિંમતે ન થવી જોઈએ.

પીએમ મોદી થયા ભાવુક
પીએમ મોદી આ પોડકાસ્ટમાં ભાવુક પણ થયા. તેમણે કહ્યું કે, મને 'તુ' કહીને બોલાવનાર કોઈ બચ્યું નથી, કારણ કે હવે બધા મને ઔપચારિક અને આદરપૂર્વક સંબોધે છે. પીએમે કહ્યું કે તેમની પાસે એક શિક્ષક છે, રાશ બિહારી મણિયાર, જે પત્ર લખતી વખતે હંમેશા 'તુ' કહેતા હતા. પીએમએ કહ્યું કે તાજેતરમાં જ 94 વર્ષની વયે તેમનું અવસાન થયું, ત્યાર બાદ કંઈ કહેવા માટે કોઈ બચ્યું ન હતું.

યુદ્ધ વિશે પીએમએ કહ્યું આવું
પૉડકાસ્ટમાં યુદ્ધ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, દુનિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે, પણ આપણે ન્યૂટ્રલ નથી.ભારત શાંતિના પક્ષમાં છે. દુનિયામાં વધતા યુદ્ધ અને ભારતની ભૂમિકા પર પુછવામાં આવેલા સવાલના જવાબમાં પીએમ મોદીએ સ્પષ્ટ રીતે આ વાત કહી.

વિકસિત ભારતના વિઝન પર કરી આ વાત
નિખિલ કામથ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ વિકસિત ભારતની ચર્ચા કરી હતી. તેમણે સમસ્યામુક્ત ભારત અને સરકારી યોજનાઓના 100 ટકા વિતરણ પર ભાર મૂક્યો હતો. ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથેના પોડકાસ્ટમાં પીએમ મોદીએ કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં તેમનું મનોબળ અને સપના બંને વધ્યા છે. વિકસિત ભારતના તેમના વિઝન પર, પીએમએ કહ્યું કે શૌચાલય, પાણી, વીજળી જેવી સમસ્યાઓ 2047 સુધીમાં હલ થવી જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક