Home National Pm Modi Mann Ki Baat 133 Episode Women Reservation Heatwave Updates

PM મોદીના 'મન કી બાત'નો 133મો એપિસોડ : મહિલા અનામત અને કાળઝાળ ગરમી મુદ્દે કરી શકે છે રાષ્ટ્રને સંબોધન

Mann Ki Baat 133 PM Modi speech
Published by: Nirali Gohil
Last Updated: Apr 26, 2026, 03:57 AM IST

Mann Ki Baat 133: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 133મા એપિસોડ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કરશે. આ વખતનો એપિસોડ અનેક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે દેશ હાલમાં રાજકીય ગરમાવો અને કુદરતી પ્રકોપ એમ બંનેનો સામનો કરી રહ્યો છે. પીએમ મોદી આ વખતે ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને દેશમાં વધી રહેલા તાપમાન જેવા ગંભીર મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરે તેવી પ્રબળ શક્યતા છે. તાજેતરમાં જ સંસદમાં મહિલા અનામત સંબંધિત બિલ પર થયેલી ચર્ચા અને તેના પરિણામો બાદ પીએમ મોદી આ વિષય પર દેશની નારીશક્તિને સંબોધિત કરી શકે છે. આ સાથે જ, મે મહિનામાં આવતા 'મધર્સ ડે' નિમિત્તે પણ તેઓ માતાઓના યોગદાનને બિરદાવી શકે છે. બીજી તરફ, સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારત જ્યારે હીટવેવની ઝપેટમાં છે, ત્યારે વડાપ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા અને જળ સંચય અંગે પણ માર્ગદર્શન આપી શકે છે.

મહિલા અનામત અને મધર્સ ડે પર વિશેષ ભાર

17 એપ્રિલે લોકસભાની બેઠકો વધારવા સંબંધિત મહિલા અનામત બિલ સંસદમાં જરૂરી બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નહોતું. આ રાજકીય ઘટનાક્રમ બાદ પીએમ મોદી 'મન કી બાત'ના માધ્યમથી મહિલાઓને દેશના વિકાસમાં ભાગીદાર બનાવવા અને તેમના અધિકારો અંગે નવેસરથી વાત કરી શકે છે. આ ઉપરાંત, 14 મેના રોજ આવતા મધર્સ ડેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન માતૃશક્તિના આદર અને સન્માનનો સંદેશ પણ આપી શકે છે.

હીટવેવ અને સ્વાસ્થ્ય અંગે આપી શકે છે સાવચેતીનો સંદેશ

દેશભરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે અને હીટસ્ટ્રોકના કારણે જાનહાનિના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. વડાપ્રધાન હંમેશા 'મન કી બાત'માં લોકહિતના મુદ્દા ઉઠાવતા હોય છે, તેથી આ વખતે તેઓ વધી રહેલી ગરમીથી બચવાના ઉપાયો, પશુ-પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા અને પર્યાવરણ જાળવણી અંગે દેશવાસીઓને અપીલ કરી શકે છે.

આ પણ વાંચો: દ્વારકામાં રાક્ષસ પણ શરમાઈ જાય તેવી ક્રૂરતા : પાવર ગ્રાઇન્ડરથી હાથ કાપવાના પ્રયાસ, એક આધેડ સહિત 2 નબાલિક કસ્ટડીમાં

ગત એપિસોડમાં વૈશ્વિક સંકટ અને ભારતની સ્થિતિ પર કરી હતી ચર્ચા

ઉલ્લેખનીય છે કે, 29 એપ્રિલે પ્રસારિત થયેલા 132મા એપિસોડમાં પીએમ મોદીએ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધોને કારણે ઊભા થયેલા પેટ્રોલ-ડીઝલના સંકટ પર ચિંતા વ્યક્ત કરી હતી, સાથે જ ગર્વભેર જણાવ્યું હતું કે ભારત આ તમામ વૈશ્વિક પડકારોનો મક્કમતાથી સામનો કરી રહ્યું છે.

'મન કી બાત'ની પાંચ એપિસોડની સફર પર એક નજર

1. 132મો એપિસોડ: વૈશ્વિક પડકારો અને ભારત

આ એપિસોડમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધો અને તેની અસરો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું:

  • વૈશ્વિક યુદ્ધની અસરો: ઈઝરાયેલ, ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવનો ઉલ્લેખ કરી વિશ્વમાં ઉદભવેલા પેટ્રોલ-ડીઝલના સંકટ પર ચિંતા વ્યક્ત કરી.

  • ભારતની મક્કમતા: પીએમએ વિશ્વાસ અપાવ્યો કે ગમે તેવા વૈશ્વિક પડકારો હોય, ભારત પોતાની જરૂરિયાતો અને અર્થતંત્રને સુરક્ષિત રાખવા સજ્જ છે.

2. 131મો એપિસોડ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સંસ્કૃતિ

ટેકનોલોજી અને વારસાના સમન્વય પર આ એપિસોડમાં ભાર મૂકવામાં આવ્યો હતો:

  • ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટ: દિલ્હીમાં યોજાયેલી આ સમિટની સફળતા અને ભારતના વધતા ટેક-પાવરની ચર્ચા કરી.

  • AI દ્વારા સંરક્ષણ: આધુનિક ટેકનોલોજીની મદદથી ભારત પોતાના પ્રાચીન ગ્રંથો અને હસ્તપ્રતોને કેવી રીતે સાચવી રહ્યું છે તેની વિગતો આપી.

3. 130મો એપિસોડ: ભારતીય તહેવારો અને વૈશ્વિક ઓળખ

ભારતીય સંસ્કૃતિની ભવ્યતા પર આ એપિસોડમાં વાત કરવામાં આવી હતી:

  • ગ્લોબલ ઇન્ડિયન કલ્ચર: વિદેશોમાં વસતા ભારતીયો કેવી રીતે પોતાની પરંપરાઓ અને ભાષાને જાળવી રહ્યા છે અને ત્યાં ભારતીય તહેવારોનો ક્રેઝ કેવો છે તેનો ઉલ્લેખ કર્યો.

4. 129મો એપિસોડ: સ્વાસ્થ્ય જાગૃતિ અને એન્ટિબાયોટિક્સ

આ એપિસોડમાં પીએમએ સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો:

  • દવાઓનો દુરુપયોગ: ICMRના રિપોર્ટને ટાંકીને ચેતવણી આપી કે લોકો ડૉક્ટરની સલાહ વગર જાતે જ એન્ટિબાયોટિક દવાઓ લેવાનું ટાળે, કારણ કે તેનાથી ન્યુમોનિયા જેવી બીમારીઓમાં દવાઓ બેઅસર સાબિત થઈ રહી છે.

5. 128મો એપિસોડ: રમતજગતનો સુવર્ણ કાળ

ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને આ એપિસોડમાં બિરદાવવામાં આવ્યું:

  • વિમેન્સ ટીમની સફળતા: ICC મહિલા વર્લ્ડ કપની જીતથી લઈને કોમનવેલ્થ ગેમ્સની યજમાની સુધીની સફર.

  • મેડલની હેટ્રિક: ડેફ ઓલિમ્પિક્સમાં રેકોર્ડ 20 મેડલ અને બોક્સિંગ તેમજ કબડ્ડીમાં ભારતે મેળવેલી ઐતિહાસિક સિદ્ધિઓની ઉજવણી કરી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now