Home International Pm Modi Inaugurates Indias First Nature Themed Airport Made Of 140 Tonnes Of Bamboo In Guwahati

ભારતનું પ્રથમ નેચર થીમ્ડ એરપોર્ટ : ગુવાહાટીમાં 140 ટન વાંસથી બનેલું નવું ટર્મિનલ, અંદર પ્રવેશતાં જ થશે જંગલ જેવો અનુભવ

ભારતનું પ્રથમ નેચર થીમ્ડ એરપોર્ટ
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 08:15 AM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 ડિસેમ્બરે એટલે કે આજે આસામના ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોર્ડોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે. આ ટર્મિનલ ભારતનું પ્રથમ નેચર થીમ્ડ એરપોર્ટ ટર્મિનલ છે, જેમાં લગભગ 140 મેટ્રિક ટન વાંસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડિઝાઇન આસામની સમૃદ્ધ પ્રકૃતિ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને મુસાફરોને અંદર પ્રવેશતાં જ જંગલમાં ફરવાનો અનુભવ આપે છે.

લગભગ 1.4 લાખ વર્ગ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ નવું ટર્મિનલ વાર્ષિક 1.3 કરોડ મુસાફરોની ક્ષમતા ધરાવે છે. રનવે, ટેક્સીવે અને એરફીલ્ડ સિસ્ટમમાં પણ મોટા અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ ટર્મિનલ આસામની કનેક્ટિવિટી, પર્યટન અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે, તેવી અપેક્ષા છે. ટર્મિનલની બહારની ડિઝાઇન આર્ક શેપ સ્ટ્રક્ચર અને ખુલ્લી સ્પેસ સાથે આસામની ઓળખને દર્શાવે છે. અંદર પ્રવેશતાં જ વાંસથી બનેલા ભવ્ય કોલમ અને છત મુસાફરોને આધુનિક તેમજ શાંતિપૂર્ણ અનુભવ આપે છે. કાઝીરંગા નેશનલ પાર્કથી પ્રેરિત થીમ અહીં સ્પષ્ટ દેખાય છે, જેમાં ગ્રીન એરિયા અને સ્થાનિક છોડવાઓનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.

નીચલા માળે લગભગ 1 લાખ સ્થાનિક છોડ સાથે 'આકાશ વન'ની ઝલક જોવા મળે છે. લાંબા વોકવે અને વાંસની છતથી મુસાફરોની હિલચાલ સરળ બને છે, અને ભીડ હોવા છતાં સ્પેસ ખુલ્લી અને આરામદાયક લાગે છે.

રાત્રે વધુ આકર્ષક દેખાતું ટર્મિનલ રાતના સમયે ટર્મિનલની ખાસ લાઇટિંગ વાંસના સ્ટ્રક્ચરને વધુ ભવ્ય બનાવે છે. આ ડિઝાઇન તેને આંતરરાષ્ટ્રીય સ્તરનો લુક આપે છે અને મુસાફરોને આકર્ષિત કરે છે.

બેગેજ એરિયા, સાઇનબોર્ડ્સ અને ડિજિટલ સ્ક્રીન્સ એકદમ મોર્ડન છે. ડિજિયાત્રા, ઓટોમેટેડ બેગેજ સિસ્ટમ અને સ્માર્ટ સાઇનેજથી મુસાફરોનો સમય બચે છે. આખું ટર્મિનલ વાંસના બગીચા જેવી થીમ પર આધારિત છે, જે ભારતમાં પ્રથમ વખત કોઈ એરપોર્ટમાં અપનાવવામાં આવી છે.

આખું ટર્મિનલ વાંસના બગીચા જેવી થીમ પર આધારિત છે. લગભગ 140 મેટ્રિક ટન વાંસનો ઉપયોગ કરી તેને ભારતનું પ્રથમ નેચર થીમ એરપોર્ટ ટર્મિનલ બનાવ્યું છે.. આ નવું ટર્મિનલ આસામને વિશ્વના નકશા પર વધુ મજબૂતીથી સ્થાપિત કરશે અને પર્યટનને પ્રોત્સાહન આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now