Home Gujarat Pm Modi Ekta Diwas Visit Kevadia

એકતા દિવસના એક દિવસ પહેલાં એકતાનગરમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત : પીએમ મોદીના હસ્તે 1220 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ

એકતા દિવસના એક દિવસ પહેલાં એકતાનગરમાં લોકાર્પણ, ખાતમુહૂર્ત
Published by: OBS Bureau
Last Updated: Oct 31, 2025, 04:05 AM IST

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ Statue of Unity ખાતે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે. આ અવસરને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. તેમની આ મુલાકાત રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ પ્રબળ બનાવશે અને કેવડિયા વિસ્તારને વિકાસની નવી દિશા આપશે. જોકે, સવારે થી વરસાદ વરસતા કાર્યક્રમની તૈયારીઓમાં થોડી મુશ્કેલી ઉભી થઈ છે.

વડાપ્રધાન મોદીએ આજના દિવસે રૂ. 1220 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું છે. નબળા હવામાનને કારણે તેઓ વડોદરાથી કેવડિયા સુધી રોડ માર્ગે પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમણે 25 નવી ઈ-બસોને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. બાદમાં તેઓ નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ-1 ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જ્યાંથી અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યટન સંબંધિત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વડાપ્રધાને સરદાર પટેલ સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું પણ અનાવરણ કર્યું.

આવતીકાલે 31 ઓક્ટોબરની સવારે વડાપ્રધાન મોદી 8:10 વાગ્યે Statue of Unity ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ 8:15 થી 10:30 દરમિયાન યોજાનાર Ekta Paradeનું નિરીક્ષણ કરશે અને દેશને સંબોધિત પણ કરશે. કાર્યક્રમ બાદ તેઓ Aarambh 7.0ના સમાપન પ્રસંગે તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ કરશે. અંતે 12:20 વાગ્યે વડાપ્રધાન કેવડિયાથી વડોદરા જશે અને 1:00 વાગ્યે વડોદરા એરપોર્ટથી દિલ્હી પરત ફરશે.

કેવડિયાની આ મુલાકાત વડાપ્રધાનના વિકાસ વિઝનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે Statue of Unityને દેશના સૌથી મોટાં પર્યટન કેન્દ્ર તરીકે વધુ મજબૂત સ્થાન અપાવવાનો પ્રયાસ કરે છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે સરદાર પટેલના વિચારો અને રાષ્ટ્રીય એકતાના સંકલ્પને નવી ઊર્જા મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ