Home International Pm Modi Awarded Ethiopias Highest Civilian Award Great Honor Nishan First World Leader To Receive This Prestigious Award

'Great Honor Nishan' : PM મોદીને ઈથોપિયામાં મળ્યું સર્વોચ્ચ સન્માન, આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનાર વિશ્વના પ્રથમ નેતા બન્યા!

'Great Honor Nishan'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 05:55 AM IST

PM Modi awarded 'Great Honor Nishan': વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસ જૉર્ડન, ઈથોપિયા સહિતના દેશોની મુલાકાતે છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) જોર્ડનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ મંગળવારે ઇથિયોપિયા પહોંચ્યા હતા. આ મુલાકાત ભારત માટે ગૌરવપૂર્ણ સાબિત થઈ છે. ઇથિયોપિયાએ (Ethiopia) પીએમ મોદીને સર્વોચ્ચ સન્માન 'ધ ગ્રેડ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયા' એનાયતથી નવાજ્યા છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારા પીએમ મોદી વિશ્વના પ્રથમ નેતા બન્યા છે. પીએમ અબીય અહેમદ અલીએ પીએમ મોદીને પોતાના 'ભાઈ અને મિત્ર' ગણાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ 140 કરોડ લોકોનું સન્માન: PM મોદી

ઈથોપિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કર્યા પછી પીએમ મોદીએ કહ્યું કે, 'આ 140 કરોડ લોકોનું સન્માન છે. બધા ભારતીયો વતી હું આ સન્માનને અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. આ સન્માન અસંખ્ય ભારતીયોનું છે, જેમણે આપણી ભાગીદારીને આકાર આપ્યો છે. મને આ દેશના સર્વોચ્ચ સન્માન, ઈથોપિયાના નિશાનનું મહાન સન્માન એનાયત કરવામાં આવ્યું છે તે બદલ હું ગર્વ અનુભવું છું. વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સભ્યતા દ્વારા સન્માનિત થવું મારા માટે ખૂબ ગર્વની વાત છે.'

અમે ઈથોપિયા સાથે મળીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ: PM મોદી

વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, 'જ્યારે વિશ્વ ગ્લોબલ સાઉથ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ઈથોપિયાનું સ્વાભિમાન, સ્વતંત્રતા અને આત્મસન્માનની લાંબા સમયથી ચાલતી પરંપરા આપણા બધા માટે એક સશક્ત પ્રેરણા છે. એજ પાર્ટનરશીપનું ભવિષ્ય હોય છે જે જીવન અને વિશ્વાસ પર આધારિત હોય છે. અમે ઈથોપિયા સાથે સહયોગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, જે બદલાતા વૈશ્વિક પડકારોનો સામનો કરે છે અને નવી શક્યતાઓ બનાવે છે.'

જૉર્ડનથી પહેલી દ્વિપક્ષીય મુલાકાતે ઈથોપિયા પહોંચેલા પીએમ મોદીનું રાષ્ટ્રીય મહેલમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને અગાઉ કહ્યું હતું કે, તેઓ વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઈથોપિયન નેતૃત્વ સાથે વાતચીત કરવા આતુર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now