Home Agriculture Pm Kisan Samman Nidhi Farmer Assistance Installment Rule Refund Government

અસમંજસમાં ખેડૂતો : આ ખેડૂતોએ PM કિસાન સન્માન નિધીના પરત કરવા પડશે રૂપિયા, જાણો ક્યારે જમા થશે 19મો હપ્તો?

અસમંજસમાં ખેડૂતો
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 06:41 AM IST

પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વર્ષ 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં 18 હપ્તા જમા કર્યા છે. જેથી હવે ખેડૂતો 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેબ્રુઆરી 2025માં 19મો હપ્તો જમા થશે તેવી ખેડૂતોને આશા છે. પરંતુ સરકાર તરફથી હજુ કોઈ તારીખની જાહેરાત કરવામાં આવી નથી.
આ ખેડૂતોએ પરત કરવા પડશે રૂપિયા
કેટલાક ખેડૂતો એવા છે જેમણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અયોગ્ય રીતે લાભ લીધો છે. આવા ખેડૂતોએ સરકારે આપેલી સહાયની રકમ પરત કરવી પડશે. જે ખેડૂતો યોજનાની પાત્રતાની શરતો પૂર્ણ કરતા નથી. જેમના પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતું હોય. જેમના કુટુંબમાં અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ લેવાતો હોય. જે ખેડૂતો રજીસ્ટ્રેશન સમયે પાત્ર હતા પરંતુ બાદમાં પાત્રતાના માપદંડમાં આવતા નથી.
આવી રીતે પરત થઈ શકશે રૂપિયા
જે ખેડૂતોએ અયોગ્ય રીતે લાભ લીધો છે તેઓએ રૂપિયા પરત કરવા પડશે. જેના માટે સૌથી પહેલાં PM કિસાન સન્માન નિધિના વિકલ્પ પર ક્લિક કરો. નોંધણી નંબર અને કોડ જેવી જરૂરી માહિતી દાખલ કરવાથી તમામ માહિતી તમને દેખાશે. ત્યારબાદ તમે હા પર ક્લિક કરો તો PM કિસાન સન્માન નિધિના લાભની રકમ તે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
કોને મળી શકે છે યોજનાનો લાભ?
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ કોને મળી શકે છે તેની વાત કરીએ તો લાભ મેળવા ખેડૂતો પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ. જમીન લાભાર્થીના નામે હોવી જોઈએ. લાભાર્થી સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. લાભાર્થીને સરકાર તરફથી 10,000 રૂપિયાથી વધુનું પેન્શન મળતું ન હોવું જોઈએ. પરિવારના સભ્યોમાં પતિ, પત્ની અને નાના બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ શરતોનું પાલન કરતા હોય તેવા ખેડૂતોને 19માં હપ્તાનો લાભ મળશે. અને જે યોગ્યા પાત્રતા નથી ધરાવતા તેમણે સહાયની રકમ પરત કરવી પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now