Home Agriculture Pm Kisan 20th Installment Will Release This Week

PM Kisan 20th Installment ખેડૂતોમાં હરખનો માહોલ : PM Kisan ના 20 હપ્તાની તારીખ નક્કી, આવશે Credited 2000 નો મેસેજ, જાણો ડેટ

PM Kisan 20th Installment  ખેડૂતોમાં હરખનો માહોલ
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2025, 06:59 AM IST

પીએમ કિસન યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જુલાઈમાં 20માં હપ્તો આપવામાં આવે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર આગામી અઠવાડિયે પીએમ કિસાનનો આગામી હતો જાહેર કરી શકે છે. જો અહેવાલનું માનીએ તો, પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો 18 જુલાઈએ જાહેર થઈ શકે છે. આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારના મોતીહારીની મુલાકાત લઈ શકે છે. જોકે, 20મા હપ્તાના વિતરણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જણાવી દઈએ કે યોજનાનો છેલ્લો (19મો) હતો ફેબ્રુઆરી 2025માં જારી કરવામાં આવ્યો હતો.

ફટાફટ પતાવી દેજો આ કામ
ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પીએમ કિસાન યોજના (ઈ-કેવાયસીથી લઈને લાભાર્થી લીસ્ટમાં નામ ઉમેરવા સુધી) સંબંધિત બધી પ્રોસેસ પતાવી દેજો જેથી જ્યારે પણ ડીબીટી દ્વારા રકમનું વિતરણ કરવામાં આવે ત્યારે તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

તમારું નામ લાભાર્થી લીસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે તપાસવું:
ઓફીશીયલ પીએમ કિસાન પોર્ટલ https://pmkisan.gov.in ની પર જાઓ.
હોમપેજ પર થોડું સ્ક્રોલ કર્યા પછી, ફાર્મર્સ કોર્નરમાં, 'લાભાર્થી યાદી' પર ક્લિક કરો.
તમારા રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને ગામ દાખલ કરો.
તમારા ગામના લાભાર્થીઓની યાદી જોવા માટે 'રિપોર્ટ મેળવો' પર ક્લિક કરો.

જો તમે સેલ્ફ-રજીસ્ટર્ડ ખેડૂત છો તો સ્થિતિ કેવી રીતે તપાસવી?
જે ખેડૂતોએ CSC કેન્દ્રો દ્વારા અથવા ઓનલાઈન નોંધણી કરાવી છે તેઓ આ સ્ટેપ્સ ફોલો કરીને સ્થિતિ ચકાસી શકો છો:
પીએમ કિસાનના સત્તાવાર પોર્ટલ - pmkisan.gov.in પર જાઓ.
હોમપેજ પર ફાર્મર્સ કોર્નર વિભાગમાં 'સેલ્ફ-રજીસ્ટર્ડ ખેડૂતો/CSC ખેડૂતોની સ્થિતિ' પર ક્લિક કરો.
તમારો આધાર નંબર દાખલ કરો અને તમારી સ્થિતિ ચકાસવા માટે કેપ્ચા ભરો.


e-KYC કેવી રીતે પૂર્ણ કરવું?
હપ્તો ટૂંક સમયમાં ભરવાનો હોવાથી તેમાં નિષ્ફળતા ટાળવા માટે બધા PM કિસાન લાભાર્થીઓ માટે e-KYC (ઇલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) ફરજિયાત છે. તેના વિના, તમારું નામ લાભાર્થીઓની યાદીમાંથી દૂર થઈ શકે છે. યોજનાની સત્તાવાર વેબસાઇટ અનુસાર, "PM કિસાન નોંધાયેલા ખેડૂતો માટે e-KYC ફરજિયાત છે."
તમે ત્રણ સરળ રીતે e-KYC પૂર્ણ કરી શકો છો:
OTP-આધારિત e-KYC: જો તમારું આધાર કાર્ડ તમારા મોબાઇલ નંબર સાથે લિંક થયેલ છે, તો PM કિસાન વેબસાઇટની મુલાકાત લઈને OTP દ્વરા ચેક શકો છો.
બાયોમેટ્રિક ઈ-કેવાયસી: ફિંગરપ્રિન્ટ પ્રમાણીકરણ માટે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) ની મુલાકાત લો.
ફેસ ઓથેન્ટિકેશન: વરિષ્ઠ નાગરિકો અને શારીરિક રીતે વિકલાંગ ખેડૂતો માટે હવે CSC ખાતે એક ખાસ સુવિધા ઉપલબ્ધ છે, જે ચહેરાની ઓળખ દ્વારા e-KYC ની મંજૂરી આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now