Home Gujarat Plane Crash In Suvarda Village Of Jamnagar

જામનગરના સુવરડા ગામમાં પ્લેન ક્રેશ : આગ લાગતા ધુમાડાના ગોટેગોટા, મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા

જામનગરના સુવરડા ગામમાં પ્લેન ક્રેશ
Published by: OBS Bureau
Last Updated: Apr 02, 2025, 05:34 PM IST

જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં પ્લેન ક્રેશ થતા અફરાતફી મચી ગઈ છે. જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થયું છે. જેથી આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાઈટર પ્લેનના અનેક ટુકડાઓ થયા હતા. પ્લેન ક્રેશ થતાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘટના સ્થળે ઉમટ્યા હતા. હાલ કલેક્ટર તેમજ પોલીસ સહિતના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પણ દોડી આવ્યા છે.


જામનગરમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુવરડા ગામની સીમમાં ફાઈટર પ્લેન ક્રેશ થતા દોડધામ મચી છે. આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. SP, કલેક્ટર સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડતો થયો છે. સાથે ફાયર વિભાગની ટીમ પણ રવાના થઈ ગઈ છે. 
જામનગર એસપી પ્રેમ સુખ ડેલુનુ નિવેદન, એરફોર્સનું ટ્રેઇની પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ થયું ત્યારે તેમાં બે પાયલોટ સવાર હતા. એક પાયલોટ ઇજાગ્રસ્ત હાલતમાં અમારી પોલીસને મળતા અમારી પોલીસ દ્વારા તેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી. જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. અન્ય એક પાયલોટની શોધખોળ અમારી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now