Home International Picasso Painting Found Spain Police Investigation

સ્પેનિશ પોલીસે પાબ્લો પિકાસોનું ગુમ પેઈન્ટિંગ શોધી કાઢ્યું : કિંમત જાણશો તો ચોંકી ઉઠશો

સ્પેનિશ પોલીસે પાબ્લો પિકાસોનું ગુમ પેઈન્ટિંગ શોધી કાઢ્યું
Published by: OBS Bureau
Last Updated: Oct 24, 2025, 04:50 PM IST

સ્પેનિશ પોલીસે વિશ્વપ્રસિદ્ધ કલાકાર પાબ્લો પિકાસોનું ગુમ થયેલ ચિત્ર શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. “સ્ટિલ લાઈફ વિથ ગિટાર (Still Life with Guitar)” નામની આ કલાકૃતિ ઓક્ટોબરની શરૂઆતમાં મેડ્રિડથી ગ્રેનાડા લઈ જતી વખતે અચાનક ગાયબ થઈ ગઈ હતી.

આ ચિત્ર 1919માં ગૌચે અને પેન્સિલની મદદથી બનાવવામાં આવ્યું હતું અને તેની કિંમત આશરે 600,000 યુરો (અંદાજે $700,000) ગણવામાં આવે છે. આ કૃતિ કાજાગ્રનાડા ફાઉન્ડેશન ખાતે યોજાનાર નવા પ્રદર્શન માટે મોકલવામાં આવી રહી હતી.

ચિત્ર કેવી રીતે ગુમ થયું?

6 ઓક્ટોબરે જ્યારે ટ્રક દ્વારા પહોંચાડાયેલી સામગ્રી ચકાસવામાં આવી, ત્યારે ક્યુરેટરે ધ્યાન આપ્યું કે પિકાસોની આ મૂલ્યવાન કૃતિ ગાયબ હતી. ફાઉન્ડેશન તરફથી જણાવાયું હતું કે બધી વસ્તુઓ ત્રણ દિવસથી વિડિઓ સર્વેલન્સ હેઠળ હતી, છતાં આ ચિત્ર મળી આવ્યું ન હતું. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને તપાસ શરૂ થઈ હતી.

પોલીસે શું માહિતી આપી?

સ્પેનિશ નેશનલ પોલીસએ નિવેદનમાં જણાવ્યું કે પ્રાથમિક તપાસ સૂચવે છે કે પેઇન્ટિંગ કદાચ ટ્રાન્સપોર્ટ ટ્રકમાં ક્યારેય લોડ થયું જ નહોતું. પોલીસે તેમના વિજ્ઞાન નિષ્ણાતોની મદદથી પેકેજિંગ સામગ્રી અને અન્ય પુરાવાઓની તપાસ કરી છે. અધિકારીઓએ ચિત્ર મળી આવ્યું હોવાનું પુષ્ટિ કરી છે, જોકે તે ક્યાંથી મળ્યું તે જાહેર કરવામાં આવ્યું નથી.

ફાઉન્ડેશને જણાવ્યું છે કે હવે “સ્ટિલ લાઈફ વિથ ગિટાર”ને ફરીથી પ્રદર્શનનો ભાગ બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રદર્શન 9 ઓક્ટોબરે શરૂ થયું હતું અને 11 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

પિકાસોની કૃતિઓ ચોરોના નિશાન પર કેમ?

પાબ્લો પિકાસોની કલાકૃતિઓ લાંબા સમયથી ચોરોના નિશાન પર રહે છે કારણ કે તેમની માર્કેટ કિંમત અત્યંત ઊંચી છે. તાજેતરમાં જ તેમના બે ચિત્રો હરાજીમાં $140 મિલિયનથી વધુમાં વેચાયા હતા. 1976માં ફ્રાન્સના એવિગ્નોન સ્થિત પેલેસ ડેસ પેપ્સમાંથી તેમની 100થી વધુ કૃતિઓ ચોરાઈ ગઈ હતી, જો કે બાદમાં તમામ મળી આવી હતી.

1881માં માલાગા (સ્પેન)માં જન્મેલા પિકાસોનું 1973માં અવસાન થયું હતું. તેઓ 20મી સદીના સૌથી પ્રભાવશાળી કલાકારોમાંની ગણના થાય છે અને તેમની કૃતિઓ આજે પણ વિશ્વભરમાં સંગ્રહાલયોમાં આકર્ષણનું કેન્દ્ર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
હવે જામશે ખરાખરીનો જંગ!
શું ફરી એકવાર દેશમાં કંઈક મોટું થવાનું છે?
ભારતના પરમ મિત્ર રશિયાના નિર્ણયથી ભારતની ચિંતા વધી
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય