Home Business Pf Interest Rates May Increase A Big Gift For Employees Possible

નોકરી કરતા લોકો આનંદો : વધી શકે છે PFના વ્યાજદર, નોકરિયાતોને મોટી ભેટ આપી શકે છે વરસાદ

નોકરી કરતા લોકો આનંદો
Published by: OBS Bureau
Last Updated: Feb 06, 2025, 03:30 PM IST

બજેટમાં ટેક્સમાં છૂટછાટ વધાર્યા બાદ સરકાર વધુ એક ભેટ આપવાની તૈયારીમાં છે. નોકરિયાતોને સરકાર પીએફ માટે ભેટ આપવા જઈ રહી છે. પીએમના વ્યાજદર વધી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટમાં સીતારમણે મધ્યમ વર્ગ પર ભેટોનો વરસાદ વરસાવ્યો હતો. હવે સરકાર પીએફ પર વ્યાજ દર વધારીને મધ્યમ વર્ગને વધુ એક સારા સમાચાર આપી શકે છે. તેનો ઉદ્દેશ મધ્યમ વર્ગની બચત પર વધુ વળતર આપવાનો છે. ચાલો જાણીએ કે પીએફ વ્યાજ દર ક્યારે વધારી શકાય છે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએએફઓની કેન્દ્રીય બોર્ડના ટ્રસ્ટની મીટિંગ 28 ફેબ્રુઆરીએ થવા જઈ રહી છે. જેમાં પીએફના વ્યાજદર વધારવા પર ચર્ચા થઈ શકે છે. આ મીટિંગની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ મંત્રાલય કરશે. જેમાં એમપ્લોયર એસોસિયેશન અને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિ પણ ભાગ લેશે. જો કે, તેનો આધિકારીક એજન્ડા જાહેર નથી કરવામાં આવ્યો. સરકારનું પુરું ધ્યાન હાલ ઈકોનોમી રિવાઈવ કરવા પર છે. એટલે જ સરકાર સતત મિડલ ક્લાસને રાહત આપી રહી છે. એ વચ્ચે સરકાર પીએફના વ્યાજદર વધારવાનું વિચારી રહી છે.

સરકાર સતત 2 વર્ષથી સતત પીએમ પરના વ્યાજદર વધારી રહી છે. એવામાં પીએમ ખાતાધારકોને એવી આશા છે કે, આ વખતે પણ વ્યાજદરો વધી શકે છે. સરકારે 2022-23માં પીએફનો વ્યાજ દર વધારીને 8.15 ટકા કર્યો હતો. પછી 2023-24માં તેને વધારીને 8.25 ટકા કરવામાં આવ્યું. ત્યારથી, આ પીએફ પર આપવામાં આવતો વ્યાજ દર છે, જેને સરકાર હવે વધારવાનું વિચારી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now