Home Automobile Petrol Vehicles Powerful Diesel Engines Heavy

પેટ્રોલ અને ડીઝલ એન્જિન વચ્ચે તફાવત? : પેટ્રોલમાં ફૂલ હોય છે પિકઅપ, તો ભારે વાહનોમાં કેમ માત્ર ડીઝલ એન્જિન?

પેટ્રોલ અને ડીઝલ એન્જિન વચ્ચે તફાવત?
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2025, 04:30 AM IST

લોકો ઘણીવાર વિચારે છે કે પેટ્રોલ એન્જિનવાળા વાહનો સૌથી શક્તિશાળી હોય છે. પરંતુ જ્યારે ટ્રક, બસ, ટ્રેન કે જહાજ જેવા મોટા વાહનોની વાત આવે છે ત્યારે હંમેશા ડીઝલ એન્જિનનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? જો તમે પણ આનો સાચો જવાબ જાણવા માંગતા હો તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે. ચાલો જાણીએ આની પાછળનું સાચું કારણ.
પેટ્રોલ અને ડીઝલ એન્જિન વચ્ચે શું તફાવત છે?
પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન બળતણ બાળીને ઊર્જા ઉત્પન્ન કરે છે. પરંતુ તેમની કામ કરવાની રીત થોડી અલગ છે. પેટ્રોલ એન્જિનમાં બળતણ અને હવા મિશ્રિત થાય છે અને સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક થાય છે. જેનાથી એન્જિન ચાલુ રહે છે. આ એન્જિન હળવા વાહનો માટે વધુ યોગ્ય છે કારણ કે તે ઝડપથી ગતિ પકડી શકે છે. જ્યારે ડીઝલ એન્જિનમાં બળતણને હવા સાથે ભેળવવામાં આવે છે અને ઊંચા તાપમાન અને દબાણ પર સંકુચિત કરવામાં આવે છે, જેના કારણે બળતણ આપમેળે બળી જાય છે. આ એન્જિન ભારે વાહનો માટે વધુ યોગ્ય છે .
ભારે વાહનોમાં ડીઝલ એન્જિન જ કેમ?
ડીઝલ એન્જિન પેટ્રોલ એન્જિન કરતાં વધુ ટોર્ક ઉત્પન્ન કરે છે. ટોર્ક એ બળ છે જે કોઈ વસ્તુને ફેરવવાનું કે ખેંચવાનું વલણ ધરાવે છે. ભારે વાહનોને સતત ઊંચા ટોર્કની જરૂર પડે છે. ખાસ કરીને જ્યારે ભારે ભાર વહન કરવામાં આવે છે. ડીઝલ એન્જિન પેટ્રોલ એન્જિન કરતાં વધુ ઇંધણ કાર્યક્ષમ હોય છે. એટલે કે પેટ્રોલ કરતા ડીઝલ એન્જિનમાં વધુ એવરેજ મળે છે. ભારે વાહનો લાંબી મુસાફરી માટે ઉપયોગી થતા હોવાથી તેમાં ડીઝલ એન્જિન વધુ ઉપયોગી ગણાય છે. સાથે પેટ્રોલ કરતા ડીઝલ એન્જિન વધુ ટકાઉ હોય છે અને તેનો મેન્ટેન્સ ખર્ચ પણ ઓછો આવે છે. જેથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ડીઝલ એન્જિન વધુ સારી રીતે કામ કરે છે.
ભારે વાહનમાં પેટ્રોલ એન્જિન કેમ નથી?
પેટ્રોલ એન્જિન હળવા વાહનો માટે ખૂબ સારા છે પરંતુ ભારે વાહનો માટે તે શ્રેષ્ઠ નથી. પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન કરતાં ઓછું ટોર્ક ઉત્પન્ન કરે છે. જેના કારણે ભારે વજન ખેંચવામાં મુશ્કેલી પડે છે. પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન કરતાં ઓછા ઇંધણ કાર્યક્ષમ હોવાથી ભારે વાહનોનો ખર્ચ વધે છે. જેથી માત્ર ડીઝલ એન્જિનનો જ ભારે વાહનમાં ઉપયોગ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now