Home Business Petrol Diesel Rate Update 12 December Fuel Price Today

Petrol-Diesel Prices : આજે પેટ્રોલ-ડીઝલ સસ્તુ થયું કે મોંઘું, શું છે તમારા શહેરમાં કિંમત? જાણો

Petrol-Diesel Prices
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2024, 06:03 AM IST

Petrol-Diesel Prices Today: રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અપડેટ કરવામાં આવી છે. આજે એટલે કે 12 ડિસેમ્બરની લેટેસ્ટ અપડેટ અનુસાર સોમવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધ-ઘટ જોવા મળી રહી છે. ચાલો જાણીએ મહાનગરોમાં શું છે પેટ્રોલ અને ડીઝલની કિંમત?


આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઈલની કિંમત 73 ડોલરને પાર પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ આજે પ્રતિ બેરલ 73.52 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 70.41 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ભારતની વાત કરીએ તો સરકારી ઓઈલ કંપનીઓએ આજે ​​12 ડિસેમ્બર 2024ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.


ગુજરાતના મહાનગરોમાં પેટ્રોલની કિંમત

અમદાવાદ  94.70 રૂપિયા પ્રતિ લિટર

વડોદરા  94.52  રૂપિયા પ્રતિ લિટર

રાજકોટ  94.62 રૂપિયા પ્રતિ લિટર

સુરત  94.49 રૂપિયા પ્રતિ લિટર

ગાંધીનગર 94.60 રૂપિયા પ્રતિ લિટર


ગુજરાતના મહાનગરોમાં ડીઝલની કિંમત

અમદાવાદ  90.38 રૂપિયા પ્રતિ લિટર

વડોદરા  89.20 રૂપિયા પ્રતિ લિટર

રાજકોટ  89.94 રૂપિયા પ્રતિ લિટર

સુરત  90.31 રૂપિયા પ્રતિ લિટર

ગાંધીનગર 90.27 રૂપિયા પ્રતિ લિટર


આ રીતે તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો

તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.


OMCs કિંમતો બહાર પાડે છે

તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે. વાસ્તવમાં છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ તેલની કિંમત ચકાસી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now