Home Business Petrol Diesel Price Today Latest Prices Of Cng Lpg 3 April 2026

યુદ્ઘની ગંભીર પરિસ્થિતિ વચ્ચે-ડીઝલ અને CNGના નવા ભાવ જાહેર : જાણો તમારા શહેરમાં શું સસ્તું થયું અને ક્યાં વધ્યા ભાવ

latest prices of petrol-diesel-CNG and LPG
Published by: Nirali Gohil
Last Updated: Apr 03, 2026, 03:28 AM IST

Petrol Diesel Price Today: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલ મચી છે, જેની સીધી અસર ઈંધણના ભાવ પર પડી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ, ક્રૂડ ઓઈલની કિંમતો પ્રતિ બેરલ $71થી વધીને $100ને પાર કરી ગઈ છે, જે લગભગ 45 ટકાનો ધરખમ વધારો દર્શાવે છે.

દક્ષિણ પૂર્વ એશિયામાં વધી રહેલા ઈંધણ સંકટને ધ્યાનમાં રાખીને ભારત સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ₹13થી ઘટાડીને ₹3 કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પરની ડ્યુટી ₹10થી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવી છે. સરકારના આ પગલા બાદ હવે સૌની નજર તેલ કંપનીઓ પર છે કે તેઓ આ ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી કઈ રીતે પહોંચાડે છે.

આજે શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ?

ભારતમાં દરરોજ સવારે 6 વાગ્યે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. આ ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય અને ટેક્સ જેવા પરિબળો પર આધારિત હોય છે. 3 એપ્રિલ, 2026ના રોજ દેશના મુખ્ય શહેરોમાં ભાવ નીચે મુજબ છે:

શહેર

પેટ્રોલ (₹/લિટર)

ડીઝલ (₹/લિટર)

અમદાવાદ

94.49

90.17

નવી દિલ્હી

94.72

87.62

મુંબઈ

104.21

92.15

કોલકાતા

103.94

90.76

ચેન્નાઈ

100.75

92.34

બેંગલુરુ

102.92

89.02

હૈદરાબાદ

107.46

95.70

જયપુર

104.72

90.21

લખનૌ

94.69

87.80

પુણે

104.04

90.57

ચંદીગઢ

94.30

82.45

CNG રેટ અપડેટ: વાહન ચાલકો માટે રાહતના સમાચાર

CNGના ભાવમાં આજે મોટાભાગના શહેરોમાં સ્થિરતા જોવા મળી છે. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

શહેર

CNG ભાવ (પ્રતિ કિગ્રા)

ફેરફાર

ગાંધીનગર

80.44

0.00

વડોદરા

81.35

0.00

અમદાવાદ (નજીક)

80.44

0.00

દિલ્હી

77.09

0.00

મુંબઈ

80.50

0.00

પુણે

91.50

0.00

લખનૌ

96.75

0.00

કાનપુર

96.00

0.00

ઈન્દોર

95.45

0.00

આગ્રા

96.75

0.00

નોઈડા

85.70

0.00

ગુરુગ્રામ

82.12

0.00

LPG સિલિન્ડરના ભાવમાં શું બદલાવ?

ઘરેલું અને કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ શહેર પ્રમાણે ફેરફાર જોવા મળે છે:

શહેર

ઘરેલુ સિલિન્ડર (14.2 kg)

કોમર્શિયલ સિલિન્ડર (19 kg)

નવી દિલ્હી

913.00

2,078.50

કોલકાતા

939.00

2,208.00

મુંબઈ

912.50

1,836.00

ચેન્નાઈ

928.50

2,043.50

નોઈડા

910.50

1,884.50

બેંગલુરુ

915.50

2,161.00

હૈદરાબાદ

965.00

2,105.50

જયપુર

916.50

2,031.00

ગુડગાંવ

921.50

ચંદીગઢ

922.50

લખનૌ

950.50

પટના

1,002.50

તિરુવનંતપુરમ

922.00

(નોંધ: આ કિંમતો સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ 3 એપ્રિલ 2026ના સવારના 6 વાગ્યાના ડેટા પર આધારિત છે. સ્થાનિક ટેક્સ અને વેટ (VAT) ના કારણે અલગ-અલગ શહેરોમાં ભાવમાં નજીવો તફાવત હોઈ શકે છે.)

કેવી રીતે નક્કી થાય છે ભાવ?

ભારતમાં ઈંધણની કિંમતો 'ડાયનેમિક ફ્યુઅલ પ્રાઈસિંગ' મોડલ પર કામ કરે છે. જેમાં એક્સાઈઝ ડ્યુટી (કેન્દ્ર સરકારનો ટેક્સ), વેટ (રાજ્ય સરકારનો ટેક્સ) અને ડીલર કમિશન ઉમેરવામાં આવે છે. સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાથી આવનારા દિવસોમાં મોંઘવારીમાં થોડી રાહત મળવાની આશા છે, જોકે વૈશ્વિક યુદ્ધની સ્થિતિ ચિંતાનો વિષય બનેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now