Home Business Petrol Diesel Price Today Industrial Diesel Price Hiked By Rs 22 Know Latest Petrol Diesel Rates In Your City

Petrol Diesel Price Today : પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ભડકો, ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના રૂ.22 મોંઘું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ

Petrol Diesel Price Today
Published by: OBS Bureau
Last Updated: Mar 21, 2026, 03:49 AM IST

અમદાવાદ: વૈશ્વિક બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતોમાં આવેલા ઉછાળાની સીધી અસર હવે ભારતીય ઇંધણ બજાર પર જોવા મળી રહી છે. 21 માર્ચ 2026ના રોજ તેલ માર્કેટિંગ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલ અને ઇન્ડસ્ટ્રિયલ ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. ખાસ કરીને ઔદ્યોગિક વપરાશ માટેના ડીઝલમાં પ્રતિ લિટર ૨૨ રૂપિયાનો જંગી વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ઉદ્યોગ જગતમાં ફાળ પડી છે. જોકે, સામાન્ય જનતા માટે રાહતના સમાચાર એ છે કે રિટેલ એટલે કે સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વૈશ્વિક સ્તરે બ્રન્ટ ક્રૂડની કિંમત4 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચતા પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પણ લિટર દીઠ 2.09 થી 2.35 રૂપિયાનો વધારો થયો છે. મે 2022થી સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર છે, પરંતુ પ્રીમિયમ સેગમેન્ટમાં આ વધારો વાહનચાલકોના ખિસ્સા પર બોજ વધારશે.

ઇન્ડસ્ટ્રિયલ ડીઝલ ₹22 મોંઘું, પ્રીમિયમ પેટ્રોલમાં પણ ઉછાળો

તેલ કંપનીઓએ શુક્રવારે સવારે જાહેર કરેલા નવા દરો મુજબ, પ્રીમિયમ ગ્રેડ પાવર પેટ્રોલની કિંમતમાં 2.09રૂપિયાથી લઈને 2.35 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સૌથી મોટો ફટકો ઔદ્યોગિક એકમોને પડ્યો છે, કારણ કે જથ્થાબંધ (Industrial) ડીઝલના ભાવમાં સીધો 22 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 115 ડોલરને પાર કરી ગઈ હોવાનું માનવામાં આવે છે.

સામાન્ય જનતાને હાલ પૂરતી રાહત

સામાન્ય વાહનચાલકો જે રેગ્યુલર પેટ્રોલ અને ડીઝલ પુરાવે છે, તેમના માટે ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા ટેક્સમાં કરાયેલા ઘટાડા બાદ મે 2022 થી ભારતમાં સામાન્ય ઇંધણના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. દરરોજ સવારે 6વાગ્યે તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) આંતરરાષ્ટ્રીય વિનિમય દર અને ક્રૂડના ભાવ મુજબ દરો અપડેટ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો આજનો ભાવ (૨૧ માર્ચ ૨૦૨૬)

  • નવી દિલ્હી: પેટ્રોલ ₹94.72 પ્રતિ લિટર | ડીઝલ ₹87.62 પ્રતિ લિટર

  • મુંબઈ: પેટ્રોલ ₹104.21 પ્રતિ લિટર | ડીઝલ ₹92.15 પ્રતિ લિટર

  • ઈન્દોર: પેટ્રોલ ₹106.48 પ્રતિ લિટર | ડીઝલ ₹91.88 પ્રતિ લિટર

  • પટણા: પેટ્રોલ ₹105.58 પ્રતિ લિટર | ડીઝલ ₹93.80 પ્રતિ લિટર

  • સુરત: પેટ્રોલ ₹95.00 પ્રતિ લિટર | ડીઝલ ₹89.00 પ્રતિ લિટર

  • નાશિક: પેટ્રોલ ₹95.50 પ્રતિ લિટર | ડીઝલ ₹89.50 પ્રતિ લિટર

  • કોલકાતા: પેટ્રોલ ₹103.94 પ્રતિ લિટર | ડીઝલ ₹90.76 પ્રતિ લિટર

  • ચેન્નાઈ: પેટ્રોલ ₹100.75 પ્રતિ લિટર | ડીઝલ ₹92.34 પ્રતિ લિટર

  • અમદાવાદ: પેટ્રોલ ₹94.49 પ્રતિ લિટર | ડીઝલ ₹90.17 પ્રતિ લિટર

  • બેંગલુરુ: પેટ્રોલ ₹102.92 પ્રતિ લિટર | ડીઝલ ₹89.02 પ્રતિ લિટર

  • હૈદરાબાદ: પેટ્રોલ ₹107.46 પ્રતિ લિટર | ડીઝલ ₹95.70 પ્રતિ લિટર

  • જયપુર: પેટ્રોલ ₹104.72 પ્રતિ લિટર | ડીઝલ ₹90.21 પ્રતિ લિટર

  • લખનૌ: પેટ્રોલ ₹94.69 પ્રતિ લિટર | ડીઝલ ₹87.80 પ્રતિ લિટર

  • પુણે: પેટ્રોલ ₹104.04 પ્રતિ લિટર | ડીઝલ ₹90.57 પ્રતિ લિટર

  • ચંદીગઢ: પેટ્રોલ ₹94.30 પ્રતિ લિટર | ડીઝલ ₹82.45 પ્રતિ લિટર

શા માટે વધી રહ્યા છે ભાવ?

વૈશ્વિક ઉર્જા સંકટ અને રશિયા-યુક્રેન કે મધ્ય-પૂર્વના તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા કાચા તેલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં ક્રૂડના ભાવ 115 ડોલરથી નીચે નહીં આવે, તો સામાન્ય પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now