Home Business Petrol Diesel Price Today Crude Oil Business News Iran Israel War Ahmedabad Surat Rajkot Mumbai Delhi

Petrol Diesel Price Today; બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ : ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો આ માહિતી

Petrol Diesel Price Today; બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 07:32 AM IST

Petrol Diesel Price Today: શું તમે પણ સતત બદલાતા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે ચિંતિત છો? શું તમને પણ એવો સવાલ થાય છેકે, અલગ-અલગ જગ્યાએ કેમ જુદો-જુદો હોય છે પેટ્રોલ-ડીઝલનો ભાવ? શું તમે ઘરેબેઠાં જાણવા માંગો છો આજે તમારા વિસ્તારમાં કેટલો છે પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવ? તો આ તમામ માહિતી જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અને યુએસ ડોલર સામે રૂપિયાના મૂલ્યના આધારે ઇંધણના ભાવ નક્કી થાય છે. આજે, ઘણા શહેરોમાં ભાવ સ્થિર રહ્યા, જ્યારે સ્થાનિક કરવેરામાં તફાવતને કારણે વિવિધ રાજ્યોમાં બદલાતા રહ્યા.

હાલ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં અમેરિકા પણ આગમાં ઘી હોમી રહ્યું છે. ત્યારે કયો દેશ કોને સમર્થન કરે છે તેના લીધે પણ બીજા દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે. વૈશ્વિક સ્તરે આ પ્રકારની યુદ્ધની સ્થિતિને ક્રૂડ ઓઈલ, ગેસ અને પેટ્રોલ-ડીઝલ કિંમતોમાં મોટી ઊથલપાથલ થઈ છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. ત્યારે આ બધાની સીધી અસર આપણાં ખિસ્સા પર પડી રહી છે.

ઉલ્લેખનીય છેકે, સરકારી માલિકીની તેલ કંપનીઓ દરરોજ સવારે 6:00 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરે છે. તે મુજબ આજે સવારે 6:00 વાગ્યાની આસપાસ દેશભરમાં નવા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા. એટલું એવું કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય કે, દરેક નવો દિવસ ફક્ત સૂર્યના પ્રથમ કિરણથી જ નહીં, પરંતુ નવા પેટ્રોલ અને ડીઝલના ભાવની જાહેરાતથી પણ શરૂ થાય છે. જે દરો સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર કરે છે.

જાણો દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના આજના ભાવઃ

Mumbai

પેટ્રોલ: ₹104.21

ડીઝલ: ₹92.15

Delhi

પેટ્રોલઃ ₹94.77

ડીઝલ: ₹87.67

Kolkata

પેટ્રોલ: ₹103.94

ડીઝલ: ₹90.76

Chennai

પેટ્રોલ: ₹100.75

ડીઝલ: ₹92.34

Bengaluru

પેટ્રોલ: ₹102.92

ડીઝલ: ₹89.02

Hyderabad

પેટ્રોલ: ₹107.46

ડીઝલ: ₹95.70

Jaipur

પેટ્રોલ: ₹104.72

ડીઝલ: ₹90.21

Lucknow

પેટ્રોલ: ₹94.69

ડીઝલ: ₹87.80

Pune

પેટ્રોલ: ₹104.04

ડીઝલ: ₹90.57

Indore

પેટ્રોલ: ₹106.48

ડીઝલ: ₹91.88

Patna

પેટ્રોલ: ₹105.58

ડીઝલ: ₹93.80

Nashik

પેટ્રોલ: ₹95.50

ડીઝલ: ₹89.50

Chandigarh

પેટ્રોલ: ₹94.30

ડીઝલ: ₹82.45

જાણો ગુજરાતના મોટા શહેરોના પેટ્રોલ-ડીઝલના આજના ભાવઃ

Ahmedabad

પેટ્રોલ: ₹94.49

ડીઝલ: ₹90.17

Surat

પેટ્રોલ: ₹95.00

ડીઝલ: ₹89.00

Vadodara

પેટ્રોલ: ₹94.87

ડીઝલ: ₹89.85

Rajkot

પેટ્રોલ: ₹94.65

ડીઝલ: ₹89.63

Bhavnagar

પેટ્રોલ: ₹95.03

ડીઝલ: ₹90.01

Jamnagar

પેટ્રોલ: ₹94.92

ડીઝલ: ₹89.90

ઈંધણના ભાવ કયા પરિબળો નક્કી કરે છે?

1. ક્રૂડ ઓઈલના ભાવ:

પેટ્રોલ અને ડીઝલ મુખ્યત્વે ક્રૂડ ઓઈલમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધે છે, ત્યારે તેની સીધી અસર ભારતીય બજાર પર પડે છે.

2. રૂપિયો વિરુદ્ધ ડોલર વિનિમય દર:

ભારત તેના મોટાભાગના ક્રૂડ ઓઈલની આયાત કરે છે, અને આ ખરીદીઓ યુએસ ડોલરમાં થાય છે. જો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટે છે, તો ઈંધણ વધુ મોંઘું બને છે.

૩. સરકારી કર અને ફરજો:

કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો પેટ્રોલ અને ડીઝલ પર ભારે કર લાદે છે, જે છૂટક ભાવનો નોંધપાત્ર ભાગ બનાવે છે. આ જ કારણ છે કે વિવિધ રાજ્યોમાં ઈંધણના ભાવ બદલાય છે.

4. રિફાઇનિંગ ખર્ચ:

કાચા તેલને ઉપયોગી ઈંધણ (રિફાઇનિંગ) માં રૂપાંતરિત કરવાની પ્રક્રિયામાં પણ ખર્ચ થાય છે. આ ખર્ચ ક્રૂડ ઓઈલની ગુણવત્તા અને રિફાઇનરીની ક્ષમતા પર આધાર રાખે છે.

5. માંગ અને પુરવઠા સંતુલન:

જો બજારમાં ઈંધણની માંગ વધે છે, તો કિંમતોમાં પણ વધારો થવાનું વલણ હોય છે. ઈંધણનો વપરાશ સામાન્ય રીતે તહેવારો દરમિયાન, તેમજ ઉનાળા અને શિયાળાની ઋતુઓમાં વધે છે.

ભારતમાં 2022 પછી કેમ સ્થિર રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ?

1) સરકારે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવીઃ 2022માં કેન્દ્ર અને કેટલાક રાજ્યો ટેક્સ ઘટાડ્યો જેથી ભાવ સ્થિર રહ્યા.

2) સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓની નીતિઃ આંતરરાષ્ટ્રીય કાચા તેલના ભાવ વધવા છતાં ગ્રાહકો પર તરત અસર ન પડે તે માટે રિટેલ ભાવમાં ફેરફાર ઓછો કરવામાં આવ્યો.

3) ટેક્સ અને રાજ્યવાર VAT: અલગ-અલગ રાજ્યોના ટેક્સને કારણે શહેર પ્રમાણે ભાવ બદલાય છે.

4) મોંઘવારી પર નિયંત્રણ: ઈંધણના ભાવ વધે તો પરિવહન અને ખાદ્યપદાર્થો મોંઘા થાય, તેથી સરકાર ભાવ સ્થિર રાખવા પ્રયત્ન કરે છે.

ઘરેબેઠાં આ રીતે ચેક કરો તમારા શહેરમાં આજનો પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવઃ

તમારા શહેરમાં ઇંધણના ભાવ SMS દ્વારા કેવી રીતે ચેક કરવા? જો તમે મોબાઇલ દ્વારા ઇંધણના ભાવ ચેક કરવા માંગતા હો, તો પ્રક્રિયા સરળ છે:

ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો: તમારા શહેરનો કોડ ટાઇપ કરો અને તેને “RSP” સાથે 9224992249 પર મોકલો.

BPCL ગ્રાહકો: “RSP” ટાઇપ કરો અને તેને 9223112222 પર મોકલો.

HPCL ગ્રાહકો: “HP Price” ટાઇપ કરો અને તેને 9222201122 પર મોકલો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now