Home Business Petrol Diesel Price Today 28 April News Gujarati Ahmedabad Mumbai Delhi

Petrol-Diesel Price Today : ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉછાળો, શું આજે પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાયા? જાણો લેટેસ્ટ રેટ

Petrol-Diesel Price Today
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 03:16 AM IST

Petrol Diesel Price Today 28 April: ગ્લોબલ માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડવાની શક્યતા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા તણાવ અને સપ્લાય ચેઈનમાં અવરોધો વચ્ચે આજે એટલે કે 28 એપ્રિલે ભારતમાં ઈંધણના ભાવ શું છે? ચાલો જાણીએ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિતના મુખ્ય શહેરોના ભાવ.

વૈશ્વિક તણાવની ભારત પર અસર: શું તેલ કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ની કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે ભારતીય તેલ વિતરણ કંપનીઓ (OMCs) પર દબાણ સતત વધી રહ્યું છે. ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના તણાવ અને ખાસ કરીને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે તેલના પુરવઠા પર માઠી અસર પડી છે. ભારતમાં હાલમાં ચૂંટણીનો માહોલ હોવાથી સરકાર ભાવ પર કાબૂ રાખવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક અસ્થિરતા લાંબો સમય ચાલશે તો ભાવ વધારો અનિવાર્ય બની જશે. હાલમાં દેશના મુખ્ય મેટ્રો શહેરોમાં કિંમતો સ્થિર રાખવામાં આવી છે, પરંતુ આ 'શાંતિ' ગમે ત્યારે તોફાનમાં ફેરવાઈ શકે છે. તેલ કંપનીઓ અત્યારે નુકસાન વેઠીને પણ જૂના ભાવે વેચાણ કરી રહી હોવાનું માનવામાં આવે છે.

મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ (28 એપ્રિલ, 2026)

દેશના વિવિધ શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે:

શહેર

પેટ્રોલ (₹/લીટર)

ડીઝલ (₹/લીટર)

અમદાવાદ

94

90

દિલ્હી

94

87

મુંબઈ

103

90

કોલકાતા

105

92

ચેન્નાઈ

100

92

હૈદરાબાદ

107

95

પટના

105

91

બેંગલુરુ

102

90

લખનૌ

95

88

આ પણ વાંચો: Gold Silver Price Today : સોનાનો ભાવ ફરી ઘટ્યો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજનો લેટેસ્ટ દર

શા માટે કિંમતોમાં વધારો થવાની ભીતિ છે?

બ્રોકરેજ ફર્મ 'એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ'ના રિપોર્ટ અનુસાર, જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય, તો ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા 10 સુધીનો તોતિંગ વધારો જોવા મળી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, તેલ કંપનીઓનો જૂનો બાકી નફો મેળવવા અને વર્તમાન નુકસાનને સરભર કરવા માટે આ મોટો વધારો જરૂરી બની શકે છે.

ચૂંટણી અને સરકારી અંકુશ

નિષ્ણાતોના મતે, અત્યારે દેશમાં ચાલી રહેલી રાજકીય સ્થિતિ અને આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર ભાવ વધારાને અટકાવી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ જે રીતે ઊંચા સ્તરે છે, તે જોતા તેલ કંપનીઓ માટે લાંબો સમય આ કિંમતો જાળવી રાખવી મુશ્કેલ છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો અને સપ્લાય રૂટમાં આવતી અડચણો ભારત જેવા તેલ આયાતકાર દેશ માટે મોટો પડકાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now