જમ્મૂ-કાશ્મીરના રાજૌરીનું બધાલ ગામ ચર્ચામાં આવ્યું છે. કારણ કે અહીંના લોકોના રહસ્યમય રીતે મૃત્યુ થઈ રહ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં અહીંના 17 લોકોના મોત થઈ ગયા છે. જેમાંથી 13 બાળકો છે, જેની ઉંમર 13 થી 15 વર્ષની છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહ સ્થિતિની જાણકારી લેવા અને સ્થાનિકોને આશ્વાસન આપવા માટે ગામમાં પહોંચ્યા અને લોકોને બનતી તમામ મદદની ખાતરી પણ તેમણે આપી. જુઓ તેમની મુલાકાતના કેટલાક અંશ.
VIDEO | Jammu and Kashmir CM Omar Abdullah (@OmarAbdullah) visits Badhal village in #Rajouri to meet locals in the wake of death of 17 people under mysterious circumstances.
— Press Trust of India (@PTI_News) January 21, 2025
A high level inter-ministerial team continued its probe for the second day on Tuesday to ascertain the… pic.twitter.com/A6877XT1hb
મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે મો. અસલમ સહિત શોકાતુર પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. જેણે પોતાના છ બાળકો, મામા અને કાકી ગુમાવ્યા છે. અસલમ અને તેની પત્ની જ હવે પરિવારમાં બચ્યા છે. આ સાથે સીએમ અબ્લુલ્લાહે મોહમ્મદ રફીક સાથે પણ મુલાકાત કરી. જેની પત્ની અને 3 બાળકોના ડિસેમ્બરમાં મોત થયા હતા. આ તમામ પરિવારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરકાર તેમની સાથે છે અને જરૂર લાગે તેવા તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં, 7 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી દરમિયાન, ત્રણ પરિવારોના 17 લોકો, જે એકબીજા સાથે જોડાયેલા હતા, રહસ્યમય કારણોસર મૃત હાલતમાં મળી આવ્યા હતા. મુખ્યમંત્રીની મુલાકાત એ દિવસે આવી જ્યારે એક ઉચ્ચ સ્તરીય આંતર-મંત્રીમંડળની ટીમ ઘટનાની તપાસ માટે ગામમાં પહોંચી હતી. આ રહસ્યમય મોતના કારણે ગામના લોકોમાં ખૂબ જ ડર છે






