Home Gujarat People Of Ahmedabad Celebrating Ahmedabads Six Hundred And Eleventh Birthday

હેપ્પી બર્થડે અમદાવાદ! : ‘‘આન છું બાન છું..ગુજરાતની શાન છું, હું અમદાવાદ છું!’’

હેપ્પી બર્થડે અમદાવાદ!
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2025, 06:02 AM IST

એવું શહેર જે શહેર નહીં શણગાર લાગે, જે શહેરમાં દરેક સવાર જાણે કડક ચાયની પ્યાલી લાગે..માણેકચોકની ચટપટી વાનગીઓ જેવી સાંજ હોય! અને માર્કેટનું તો કહેવું જ શું, આખું દેશ હલાવી નાખે તેટલી તાકાત રાખે..કરોડો લોકોની આંખમાં સપનું છે વસવાનું, દરરોજ લાખોને કારણ આપે હસવાનું, એવું રૂડું શહેર આપણું અમદાવાદ!

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનો આજે 614 સ્થાપના દિવસ છે. 26 ફેબ્રુઆરી ઇસ. 1411માં કંઇક એવું બન્યું, જેણે આ શહેરને ન માત્ર નામ મળ્યું, પણ શરૂ થયો એવો ઇતિહાસ જે નિરંતર આજે પણ સતત રચાઇ રહ્યો છે. આશાવલથી મુગલરાજ અને ગાંધીજીના સુતરના તાંતણે કંતાયેલા આ શહેરે કબિલાથી મેટ્રોપોલિન શહેરનું રૂપ ધારણ કર્યું. ત્યારે આજે અમદાવાદના આ બર્થડેના દિવસે તેનો ઇતિહાસ જાણવા જેવો છે. 

કહેવાય છે કે,વર્ષ 1000-1100 દરમિયાન સિદ્ધરાજ જયસિંહના પિતા અને ભીમદેવ સોલંકીના પુત્ર કર્ણદેવે સાબરમતીના તીરે 'આશાવલ ' શહેર વસાવ્યું હતું. વર્ષ 1030ની અલ્બેરુની કિતાબ ઉલ-હિન્દમાં આશાવલ્લી શહેરનો ઉલ્લેખ છે. વર્ષ 1074 માં કર્ણદેવે આશાવલ્લી કે આશાવલ જીતી પોતાના નામ પરથી કર્ણાવતી નગરી વસાવી. વર્ષ 1411માં મુસ્લિમ આક્રમણકારીઓના ભારત પરના આક્રમણ દરમિયાન ગુજરાત સલ્તનત બની અને સુલતાન અહમદશાહે તેના પાટનગર તરીકે કર્ણાવતી પાસેની જગ્યા પસંદ કરી.   અમદાવાદની સ્થાપના વિશે એક દંતકથા એવી પણ છે કે જ્યારે સુલતાન અહમદશાહ આ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એક વિચિત્ર ઘટના બની. સસલાએ સુલતાનના શિકારી કુતરાથી ડરવાને બદલે તેનો સામનો કર્યો. સસલાની આ બહાદુરી જોઈને સુલતાનને વિચાર કર્યો કે જે વિસ્તારના સસલા આટલા બહાદુર છે ત્યાંના માણસો કેવા હશે અને ત્યાંની જમીન કેવી હશે! બસ કંઈક આવો જ વિચાર કરીને સુલતાને અહીં પોતાનું  શહેર વસાવવાનું નક્કી કર્યું. અને એટલે જ આ પંક્તિનો ઉદ્વભવ થયો કે "જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા". અહેમદશાહના નામથી આ શહેરનું નામ 'અહમદાબાદ' પડ્યુ, જે સમય જતાં અપભ્રંશ થઇને 'અમદાવાદ' તરીકે ઓળખાવા લાગ્યું. 

આજે અમદાવાદ ગુજરાતનું સૌથી ઝડપી વિકસતું અને સૌથી મોટું શહેર છે. ઉપરાંત દેશનું ગ્રોથ અને મેનુફેક્ચિંગ હબ છે અમદાવાદ ગુજરાતનું પહેલું હેરિટેજ સિટી છે.અને આજના દિવસની શહેરભરમાં થઈ ખાસ ઉજવણી.આજે માણેકનાથ મંદિરે પુષ્પાંજલિ અને માણેક બુરજ પર ધજા ચડાવવાનો કાર્યક્રમ થયો. સાથે જ આજના દિવસને ખાસ બનાવવા  નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નિકળી રહી છે, જે 614 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત થઇ રહ્યું છે. 

આજનો દિવસ દરેક અમદાવાદવાસીઓ માટે ખાસ છે, તો આજે અમદાવાદને વિશ કરો ‘‘હેપ્પી બર્થ ડે અમદાવાદ’’


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now