Home Gujarat People Arrested For Making Fake Plot Documents In Bhavnagar

ભાવનગરમાં પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવનારા શખ્સની ધરપકડ : 90 લાખના પ્લોટ વેચાણનો પ્રયાસ, પોલીસ રિમાન્ડ મંજૂર

ભાવનગરમાં પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવનારા શખ્સની ધરપકડ
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 10:11 AM IST

ભાવનગર શહેરમાં જમીન દસ્તાવેજોની ખોટી બનાવટનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા અને અલંગના વેપારી ધર્મેન્દ્ર ચતુર્વેદીના કરોડો રૂપિયાના પ્લોટ અંગે ખોટા દસ્તાવેજો બનાવી વેચાણનો પ્રયાસ કરાયો હતો. આ મામલે બોરતળાવ પોલીસે ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ કરી છે.

90 લાખના પ્લોટ વેચાણનો પ્રયાસ

ફરિયાદ અનુસાર આશરે રૂ. 90 લાખના કિંમતના પ્લોટનું ખોટું સાહિત્ય ઊભું કરી વેચાણ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા હતા, જે અંગે વેપારીએ તાત્કાલિક કાર્યવાહી કરતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ કરતાં ચિરાગ મકવાણા નામના ઈસમની સંડોવણી ખુલતી, તેને ઝડપી લેવામાં આવ્યો છે. ચિરાગે ખોટા દસ્તાવેજ બનાવી પ્લોટ વેચવાનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આરોપીના ત્રણ દિવસનો પોલીસ રિમાન્ડ મંજૂર

આ ગુનાની ગંભીરતા જોઈ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કર્યો હતો જ્યાંથી ત્રણ દિવસનો પોલીસ રિમાન્ડ મંજૂર થયો છે. પોલીસે રિમાન્ડ દરમિયાન વધુ સાબિતીઓ એકત્ર કરવાનો અને આ કેસમાં અન્ય કોઈ લોકો સંડોાયેલા છે કે નહીં તેની દિશામાં તપાસ ચલાવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય