Home Gujarat Pcb Raids In Saraspur Ahmedabad

અમદાવાદના સરસપુરમાં PCBના દરોડા : સંતરાની આડમાં 78 લાખનો દારૂ જપ્ત

અમદાવાદના સરસપુરમાં PCBના દરોડા
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2025, 11:09 AM IST

Prohibition Cell action: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને હેરાફેરીનો ધંધો ઝડપથી વધી રહ્યો છે. આવી જ એક મોટી કાર્યવાહીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રોહિબિશન સેલ (PCB)એ સરસપુર વિસ્તારમાં દરોડો પાડી સંતરાની પેટીઓની આડમાં છુપાવેલા 78 લાખ રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુપ્ત બાતમીના આધારે PCBની ટીમ સરસપુરમાં આવેલા રામકુમાર મિલ કમ્પાઉન્ડમાં શિયા રોડલાઇન્સના ગોડાઉન પાસે પહોંચી હતી. ત્યાં એક ટ્રક પાસે બે વ્યક્તિ ઉભા હતા, જેમને પોલીસે ઝડપી લીધા. તેમણે પોતાનું નામ રમેશચંદ્ર ઝુલાહા (ઉં.વ.45, રહે. હિમાચલ પ્રદેશ) અને ફિરોજ ઉર્ફે સલીમ શેખ (રહે. ગોમતીપુર) હોવાનું જણાવ્યું.

સંતરાના બહાને વિદેશી દારૂની તસ્કરીનો ભંડાફોડ

પ્રાથમિક પૂછપરછમાં બંનેએ કહ્યું કે ટ્રકમાં સંતરા ભરેલા છે અને ગોડાઉનમાં ખાલી કરવાના છે. પરંતુ પોલીસને શંકા જતાં ટ્રકની તપાસ કરી તો પ્લાસ્ટિકની કેરેટમાં સંતરા હેઠળ મોટા પુઠ્ઠાના બૉક્સ મળ્યા, જેમાં વિદેશી દારૂની હજારો પેટીઓ ભરેલી હતી. ગોડાઉનમાં પણ તપાસ કરતાં વધારાનો જથ્થો મળી આવ્યો.કુલ મળીને 15,996 પેટી દારૂ (કિંમત રૂ. 78 લાખ) તેમજ સંતરાનો જથ્થો જપ્ત કરાયો છે. ગોડાઉન જયેશભાઈ પરમારની માલિકીનું હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ જથ્થો વટવાના રાશીદ ઉર્ફે રાનુ રાઈ સહિત અન્યને આપવાનો હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે.

PCBની કાર્યવાહી

ટ્રક ડ્રાઇવર રમેશચંદ્રે જણાવ્યું કે તે હિમાચલ પ્રદેશના પંકજ ઠાકોરની ટ્રક ચલાવે છે. ચંદીગઢથી “પંડિતજી”ના ફોન પર ટ્રક લોડ કરાવી અમદાવાદ લાવી હતી. રસ્તામાં એક વ્યક્તિએ પાઇલટ વાહનમાં આગળ ચાલીને ગોડાઉન સુધી પહોંચાડ્યો અને તમામ નંબર ડિલીટ કરી દીધા હતા. નોંધપાત્ર વાત એ છે કે આ જ ગોડાઉનમાં 15 દિવસ પહેલાં પણ આવો જ જથ્થો લાવવામાં આવ્યો હતો. PCBએ બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. જયેશભાઈ પરમાર, પંકજ ઠાકોર, પંડિતજી તથા અન્યની શોધખોળ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો!
ચૈત્રી પૂનમના મેળામાં કરૂણ અકસ્માત!
બાપુનગરમાં જીગર કાઠીયાવાડીનો આતંક
ભાજપ કાલથી ઉમેદવારના સેન્સ લેવાનું શરૂ કરશે