પટનાથી દિલ્હી આવી રહેલી ઇન્ડિગો ફ્લાઇટનું પટના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વિમાનમાં કુલ 169 મુસાફરો સવાર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિમાન પક્ષી સાથે અથડાયું હતું, ત્યારબાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાન એરપોર્ટ પર લેન્ડ થતા તમામ મુસાફરોમાં હાસકારો થયો હતો.
પટનામાં વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ
પટના એરપોર્ટના ડિરેક્ટર કૃષ્ણ મોહન નેહરાએ જણાવ્યું હતું કે ''બધા મુસાફરો સુરક્ષિત છે અને ટેકઓફ કર્યાના થોડા સમય પછી પક્ષી અથડાયા બાદ વિમાન સુરક્ષિત રીતે પરત ફર્યું હતું''. એવું કહેવામાં આવ્યું હતું કે, ''વિમાને પટનાથી સવારે 8.42 વાગ્યે ઉડાન ભરી હતી જ્યારે પક્ષી અથડાયું હતું અને તે પછી તરત જ તેને એરપોર્ટ પર પાછા ફરવું પડ્યું હતું. માહિતી અનુસાર, પક્ષી અથડાયા પછી મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા અને તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા પર વિચાર કરવામાં આવ્યો હતો.
પટના એરપોર્ટ નજીક પક્ષીઓની સંખ્યા કેમ વધુ છે?
પટના એરપોર્ટ નજીક ફુલવારીશરીફ વિસ્તારમાં એક કતલખાનું છે, જેના કારણે આસપાસ પક્ષીઓની સંખ્યા વધુ છે અને તેમના વિમાન સાથે અથડાવાની શક્યતા વધુ છે. એવું કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ રાજ્ય સરકારને એરપોર્ટની આસપાસ પક્ષીઓની સંખ્યા વધુ હોવાની ઘણી વખત જાણ કરી હતી અને આ માટે કતલખાનાઓને જવાબદાર ઠેરવ્યા છે.
ઇન્દોર-જયપુર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
ઇન્દોર એરપોર્ટના સિનિયર મેનેજર અમોલ ઠાકુરે જણાવ્યું હતું કે, ''વિમાન મંગળવારે સવારે 6:35 વાગ્યે 51 મુસાફરો સાથે રાયપુર માટે ઉડાન ભરી હતી. તે સવારે 6:50 વાગ્યે ઇન્દોરમાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું. ઉડાન દરમિયાન પાઇલટને ખોટો એલાર્મ મળ્યો. ત્યારબાદ વિમાન ઇન્દોર એરપોર્ટ પર પાછું ફર્યું. વિમાનમાં સવાર મુસાફરોએ જણાવ્યું હતું કે ''તેમને અચાનક વિમાનમાં જોરદાર આંચકો લાગ્યો હતો''.






