Home Gujarat Patan Vhp Bajrang Dal Protest Kakoshi Madrasa Demand

મદ્રેસા મુદ્દે પાટણમાં વિરોધ ઉગ્ર બન્યો : VHP-બજરંગ દળે રસ્તા પર ઉતરી કર્યું પૂતળા દહન; સરકાર સમક્ષ મૂકી મોટી માંગણીઓ

Patan VHP Bajrang dal Protest
Published by: Nirali Gohil
Last Updated: Jul 10, 2026, 07:20 AM IST

Patan VHP Bajrang dal Protest: બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંથી તાજેતરમાં થયેલી ધરપકડોને લઈને પાટણ જિલ્લામાં રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ તેજ બની છે. તપાસ એજન્સીઓએ કેટલાક લોકોની ધરપકડ કરીને તેમના પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે કથિત સંબંધ હોવાનો દાવો કર્યો છે. આ ઘટનાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરોએ સિદ્ધપુર તાલુકાના કાકોશી ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. આ દરમિયાન હાઈવે પર થોડા સમય માટે ચક્કાજામ કરવામાં આવ્યો હતો તેમજ પ્રતીકાત્મક રીતે પૂતળા દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

ધરપકડ બાદ વિરોધ પ્રદર્શન

તાજેતરમાં સિદ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામ સ્થિત એક મદ્રેસામાંથી તપાસ એજન્સીઓએ એક મૌલવી અને બે વિદ્યાર્થીઓ સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ ત્રણેય પર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જયેશ-એ-મોહમ્મદ સાથે કથિત સંબંધ હોવાનો આરોપ છે. જોકે, આ મામલે તપાસ હજુ ચાલુ છે અને આરોપોની અંતિમ પુષ્ટિ કોર્ટની કાર્યવાહી બાદ જ થશે. આ ઘટનાના પગલે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી.

આ પણ વાંચો: મહેસાણાના કડીમાં પોલીસ કોન્સ્ટેબલ ACB ના છટકામાં ઝડપાયો : ₹80 હજારની લાંચ સ્વીકારવાનો આરોપ

કાકોશી ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી

વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કાકોશી ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી હતી. રેલી દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા બાદ કાર્યકરોએ રાજ્ય સરકારને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આવેદનપત્રમાં શું માંગ કરવામાં આવી?

આવેદનપત્રમાં મદ્રેસાઓ અંગે તપાસ વધુ કડક બનાવવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં રાજ્યમાં કાર્યરત મદ્રેસાઓની તપાસ કરાવવા, નિયમોનું પાલન થાય છે કે,નહીં તેની ચકાસણી કરવા તેમજ મદ્રેસાઓને મળતા સરકારી લાભોની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ આતંકવાદ સામે કડક વલણ અપનાવવાની પણ માંગ કરી હતી.

આ પણ વાંચો: રાજકોટ નાનામૌવા હત્યાકાંડ : પિતા અને 2 પુત્રો સામે ગુનો, 2 આરોપીની ઝડપી ધરપકડ

તપાસ પર સૌની નજર

બીજી તરફ, તપાસ એજન્સીઓ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા લોકો સામેના આરોપો અંગે તપાસ ચાલુ છે અને આગામી દિવસોમાં તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે. હાલ કેસ તપાસ હેઠળ હોવાથી અંતિમ હકીકતો કોર્ટ અને તપાસ એજન્સીઓના સત્તાવાર તારણ બાદ જ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now