આજના Digital યુગમાં Bankingથી લઈને Social Media, Email, Online Shopping અને Office Work સુધી લગભગ દરેક કામ Internet પર આધારિત બની ગયું છે. આવી સ્થિતિમાં Password આપણા Digital જીવનનું સૌથી મહત્વપૂર્ણ સુરક્ષા કવચ બની ગયું છે. છતાં પણ લાખો લોકો આજે પણ 123456, password, abc123 અથવા પોતાની જન્મતારીખ જેવા સરળ Passwordનો ઉપયોગ કરે છે. Cyber Expertsનું કહેવું છે કે આવી નાની ભૂલ Hackers માટે સૌથી મોટો મોકો સાબિત થાય છે.
એકવાર Hacker તમારા કોઈ એક Account સુધી પહોંચી જાય પછી તે Email, Banking Apps, Social Media અને Personal Data સુધી પણ પહોંચ મેળવી શકે છે. તેથી હવે માત્ર Password રાખવો પૂરતો નથી, પરંતુ Strong Password અને Cyber Security બંનેને ગંભીરતાથી લેવું જરૂરી બની ગયું છે.
કયા Password સૌથી ઝડપથી Hack થઈ જાય છે?
Cyber Security નિષ્ણાતો અનુસાર Hackers સૌથી પહેલા એવા Password ટ્રાય કરે છે જે લોકો સૌથી વધુ ઉપયોગમાં લે છે.
તેમાં:
123456
password
abc123
qwerty
000000 જવા સામાન્ય Passwordનો સમાવેશ થાય છે.
આ પ્રકારના Password Automated Hacking Tools દ્વારા માત્ર થોડા સેકન્ડમાં Crack થઈ શકે છે. ઘણા લોકો પોતાનું નામ, Mobile Number, Birthday અથવા Family Memberનું નામ Password તરીકે રાખે છે. Social Media પરથી મળતી માહિતીના આધારે Hackers આવા Password સરળતાથી Guess કરી શકે છે.
એક જ Passwordનો ઉપયોગ કેમ છે ખતરનાક?
ઘણા લોકો Gmail, Facebook, Instagram, Banking App અને અન્ય Accounts માટે એક જ Password રાખે છે. Cyber Experts અનુસાર આ સૌથી જોખમી આદતોમાંની એક છે.
જો કોઈ Websiteનો Data Leak થઈ જાય અને તમારો Password Hackers સુધી પહોંચી જાય તો તેઓ એ જ Passwordથી તમારા અન્ય Accountsમાં Login કરવાનો પ્રયાસ કરે છે. તેને Credential Stuffing Attack કહેવામાં આવે છે.
આ કારણે દરેક Account માટે અલગ Password રાખવો ખૂબ જરૂરી માનવામાં આવે છે.
નાના Password કેમ સરળતાથી થાય છે Hack?
નાના અને સરળ Password Hackers માટે સૌથી સરળ Target હોય છે. Cyber Security રિપોર્ટ અનુસાર Strong Password ઓછામાં ઓછા 12થી 16 Charactersનો હોવો જોઈએ.
Strong Passwordમાં નીચેની વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ:
Capital Letters
Small Letters
Numbers
Special Characters
ઉદાહરણ તરીકે માત્ર “india123” કરતાં “InD!a#2026@Safe” જેવા Password વધુ સુરક્ષિત માનવામાં આવે છે.
Dictionary Attack શું છે?
ઘણા લોકો સીધા શબ્દો જેવા કે:
finance
welcome
india
admin જેવા Password પસંદ કરે છે.
Hackers પાસે લાખો Common Wordsની List હોય છે જેને Automated Software દ્વારા ઝડપથી ટ્રાય કરવામાં આવે છે. તેને Dictionary Attack કહેવામાં આવે છે.
આ કારણે સામાન્ય શબ્દો અથવા સરળ Pattern વાળા Passwordથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
Two-Factor Authentication કેમ બની રહ્યું છે જરૂરી?
Cyber Experts હવે માત્ર Password પર આધાર રાખવું પૂરતું સુરક્ષિત માનતા નથી. તેથી Two-Factor Authentication એટલે કે 2FAનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
આ સિસ્ટમમાં Password દાખલ કર્યા પછી મોબાઇલ પર OTP અથવા Verification Code આવે છે. એટલે કે Hacker પાસે Password હોવા છતાં OTP વગર Account Access શક્ય નથી બનતું.
આ સુવિધા આજે:
Gmail
Facebook
Instagram
WhatsApp
Banking Apps
સહિત મોટા ભાગના Platforms પર ઉપલબ્ધ છે.
Password Manager કેટલો ઉપયોગી?
દરેક Account માટે અલગ Strong Password યાદ રાખવું મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં Password Manager ખૂબ મદદરૂપ બની શકે છે.
Password Manager:
Strong Password Generate કરે છે
Secure રીતે Store કરે છે
Auto Fillની સુવિધા આપે છે
Cyber Experts અનુસાર વિશ્વસનીય Password Managerનો ઉપયોગ Digital Securityને વધુ મજબૂત બનાવી શકે છે.
Password ક્યારે બદલવો જોઈએ?
જો તમને લાગે કે:
કોઈ Websiteનો Data Leak થયો છે
તમારું Account Hack થયું હોઈ શકે
શંકાસ્પદ Login Activity દેખાઈ રહી છે
તો તરત Password બદલવો જોઈએ. તે ઉપરાંત સમયાંતરે Password Update કરવું પણ સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
Strong Password બનાવવા માટે શું ધ્યાન રાખશો?
Cyber Security નિષ્ણાતો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે:
Passwordમાં નામ, જન્મતારીખ અથવા Mobile Numberનો ઉપયોગ ટાળવો જોઈએ. દરેક Account માટે અલગ Password રાખવો જોઈએ અને Password ઓછામાં ઓછા 12થી 16 Charactersનો હોવો જોઈએ. તે ઉપરાંત Two-Factor Authentication ચાલુ રાખવી અને અજાણી Link અથવા Fake Login Pageથી સાવધાન રહેવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.





