Home Agriculture Passion Fruit Exotic Fruit Krishnakamal Farming Income Production Farmer Technology India America

વિદેશી ફ્રૂટ વધારશે ખેડૂતોની આવક : પૈસા છાપવાનું મશીન છે આ વિદેશી ફળ, એક વાર વાવણી અને 10 વર્ષ સુધી લાખોની આવક!

વિદેશી ફ્રૂટ વધારશે ખેડૂતોની આવક
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2025, 08:03 AM IST

ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. જેમાં ઘણા વિદેશી ફળો અને શાકભાજીનો પણ સમાવેશ થાય છે. ઘણા ખેડૂતો તેની ખેતી કરવાનું પસંદ કરી રહ્યા છે. આવું જ એક વિદેશી ફળ છે પેશન ફ્રૂટ. જેની એક વખત વાવણી કર્યા બાદ 10 વર્ષ સુધી ખેડૂતો રૂપિયા કમાઈ શકે છે.
વિદેશી ફ્રુટની ભારતમાં જબરી ડિમાન્ડ
પેશન ફ્રુટની ખેતી મુખ્યત્વે દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થાય છે. હવે તેની ખેતી ભારતમાં પણ ધીરેધીરે વધી રહી છે. નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં પેશન ફ્રૂટની ખેતી શરૂ થઈ ગઈ છે. પેશન ફ્રૂટને કૃષ્ણકમલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આ ફ્રૂટની બજારમાં પણ ડિમાન્ડ વધવા લાગી છે.
શરીર માટે ઉત્તમ છે પેશન ફ્રૂટ
પેશન ફ્રૂટને ગુણોની ખાણ કહેવામાં આવે છે. સ્વાદમાં ખાટું પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે પેશન ફ્રૂટ. તેમાં વિટામીન અને મિનરલ્સ મોટી માત્રામાં હોય છે. આ ફ્રૂટ પાચન શક્તિને વધારવા, પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત કરવા, સોજાને ઓછા કરવા અને ઉંમરને નિયંત્રિત કરવામાં સહાયતા પ્રદાન કરે છે. જેના કારણે બજારમાં તેની ખૂબ માંગ છે. હવે અન્ય રાજ્યોમાં પણ તેની ખેતી શરૂ થઈ ગઈ છે. તેની ખેતી 700થી 2000 મીટરની ઉંચાઈ પર થાય છે. તેની ખેતી ઊંચા અને મધ્યમ પર્વતીય વિસ્તારોમાં વધુ નફો આપી શકે છે. પેશન ફ્રૂટની 500થી વધારે જાતો છે.
ઓછા ખર્ચામાં વધારે નફો
પેશન ફ્રૂટની ખેતીમાં એક વીઘામાં 240 છોડ હોય છે. આ પાકમાં બે લાઈનની વચ્ચે 12 અને છોડની વચ્ચે 8 ફૂટનું અંતર રાખવામાં આવે છે. બજારમાં પેશન ફ્રૂટના એક છોડના ભાવ 80થી 150 રૂપિયા હોય છે. જ્યારે એક વીઘાની ખેતીમાં પેશન ફ્રૂટનું 25 ક્વિન્ટલ ઉત્પાદન મળી શકે છે. બજારમાં ખેડૂતોને પેશન ફ્રૂટના એક કિલોના 150થી 180 રૂપિયા ભાવ મળી રહેતા હોય છે. જેથી એક એકરમાં પેશન ફ્રૂટની ખેતી કરી ખેડૂતો લાખો રૂપિયાની આવક મેળવી શકે છે..

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now