Home National Parbhani Maruti Hanuman Temple Slab Collapse Maharashtra

મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના : નિર્માણાધીન મારુતિ મંદિરનો સ્લેબ ધડાકાભેર તૂટી પડ્યો, 20 થી 25 લોકો દટાયા હોવાની આશંકા, રેસ્ક્યૂ શરૂ

Maharashtra
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2026, 11:31 AM IST

Maharashtra: મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવટ તહેસીલ (તાલુકા) નજીક આવેલા યશવંતવાડી દેવસ્થાનમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક નિર્માણાધીન હનુમાન મંદિરનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે ઘટનાસ્થળે નાસભાગ મચી ગઈ હતી.

NEET Re-Examના એક દિવસ પહેલા વધુ એક વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું : ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહ્યું! ગાઝિયાબાદના 22 વર્ષીય જતિનના મોબાઇલમાં મળ્યો ભાવુક વીડિયો

દુર્ઘટના સમયે મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે 20 થી 25 લોકો દટાયા હોવાની આશંકા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

બેંગલુરુમાં લૂંટનો સનસનીખેજ કિસ્સો : ₹20 લાખની લૂંટના કેસમાં CID ઇન્સ્પેક્ટર સહિત 3 ઝડપાયા

માહિતી મુજબ, મંદિર પરિસરમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, જોકે શનિવારે વધુ ભીડ હોવાને કારણે કામ બંધ રાખવામાં આવ્યું હતું. તેમ છતાં શ્રદ્ધાળુઓ તે જ વિસ્તારમાં હાજર હતા, ત્યારે અચાનક આશરે 15 ફૂટ લાંબો અને 15 ફૂટ પહોળો સ્લેબ ધરાશાયી થયો હતો. કાટમાળ નીચે ઘણા લોકો દટાઈ ગયા છે. ઘટનાસ્થળે સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળ પહોંચીને ઝડપથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now