Aadhaar PAN Linking Process: આજના સમયમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ બંને ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. જે રીતે આધાર કાર્ડનું મહત્વ છે, તે જ રીતે હવે પાન કાર્ડ પણ અત્યંત જરૂરી બની ગયું છે. પાન કાર્ડ વગર તમે કોઈ પણ મોટો આર્થિક વ્યવહાર કરી શકતા નથી. સરકારે આધાર અને પાન કાર્ડને એકબીજા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. જો કોઈ વ્યક્તિ તેને લિંક નથી કરતી, તો તેને ઘણી આર્થિક સેવાઓથી વંચિત રહેવું પડી શકે છે. ચાલો જાણીએ કે આધાર અને પાન કાર્ડને સરળ રીતે કેવી રીતે લિંક કરી શકાય છે.
ClearTax મુજબ, લિંક કરતા પહેલા દંડ (પેનલ્ટી) ભરવો જરૂરી છે. તેથી, સૌથી પહેલા આપણે જાણીશું કે પેનલ્ટી કેવી રીતે જમા કરાવવી. ત્યારબાદ આપણે આધાર-પાન લિંક કરવાની પ્રક્રિયા વિશે જાણીશું.
આધાર-પાન લિંક કરવા માટે પેનલ્ટી કેવી રીતે ભરવી?
1. સૌથી પહેલા ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ.
2. ત્યાં તમારો PAN નંબર અથવા TAN નંબર દાખલ કરો.
3. ત્યારબાદ મોબાઈલ નંબર નાખીને 'Continue' પર ક્લિક કરો.
4. મોબાઈલ પર આવેલા OTP ને વેરિફાય કરો.
5. OTP વેરિફિકેશન પછી તમે e-Pay Tax પેજ પર પહોંચશો. અહીં 'Continue' પર ક્લિક કરો.
6. હવે 'Income Tax' સેક્શનમાં જઈને 'Proceed' વિકલ્પ પસંદ કરો.
7. 'Tax Year' માં ૨૦૨૫-૨૬ પસંદ કરો અને 'Type of Payment' માં 'Other Receipts (500)' પસંદ કરો.
8. 'Subtype of Payment' માં 'Fees for delay in linking PAN with Aadhaar' વિકલ્પ પસંદ કરો અને 'Continue' પર ક્લિક કરો.
9. પેનલ્ટીની રકમ આપમેળે આવી જશે. હવે 'Continue' પર ક્લિક કરીને ચૂકવણી પૂર્ણ કરો.
આધાર અને પાન કાર્ડ કેવી રીતે લિંક કરવું?
સ્ટેપ 1: સૌથી પહેલા ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ. જો તમે હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કર્યું, તો પહેલા રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
સ્ટેપ 2: હવે તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગ-ઈન કરો.
સ્ટેપ 3: વેબસાઈટ પર અથવા 'My Profile' ના 'Personal Details' સેક્શનમાં જઈને 'Link Aadhaar' વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 4: તમારો આધાર નંબર દાખલ કરો અને 'Validate' બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5: અંતમાં તમને એક મેસેજ મળશે, જેમાં જણાવવામાં આવશે કે તમારું આધાર પાન કાર્ડ સાથે લિંક થઈ ગયું છે.
આધાર-પાન લિંક કરવાની વિનંતી UIDAI ને મોકલી દેવામાં આવશે. UIDAI આ વિનંતીની તપાસ કરશે અને સામાન્ય રીતે 7 થી 30 દિવસની અંદર તમારું પાન કાર્ડ ફરીથી રી-એક્ટિવેટ (સક્રિય) થઈ જશે.





