Home International Pakistan Target To Land On The Moon By 2035 China Support

ચીનની મદદથી ચાંદ પર જઈ શકે છે પાકિસ્તાન : 2035માં પાકિસ્તાનનું મિશન મૂન?

ચીનની મદદથી  ચાંદ પર જઈ શકે છે પાકિસ્તાન
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 03:44 AM IST

માથે દેવું છતાં, પાકિસ્તાન હવે પોતાનું અવકાશ મિશન લઇને ચંદ્ર સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું છે. જિયો ન્યૂઝના અહેવાલ અનુસાર, પાકિસ્તાન ચીનની મદદથી 2035 સુધીમાં ચંદ્ર પર પોતાનું અવકાશયાન ઉતારવાની યોજના બનાવી રહ્યું છે.

ચીનના ભરોસે સપના – પાકિસ્તાનના મંત્રીનો દાવો

પાકિસ્તાનના "આયોજન, વિકાસ અને વિશેષ પહેલ મંત્રી" અહસાન ઇકબાલે કહ્યું કે તેઓ બેઇજિંગમાં ચીનના અવકાશ અને પરમાણુ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે જણાવ્યું કે:

“અમારો અવકાશ કાર્યક્રમ ભારત કરતાં લગભગ 10 વર્ષ પહેલો છે, છતાં આજે અમે ઘણી પાછળ છૂટી ગયા છીએ.”

તેમના જણાવ્યા મુજબ, SUPARCO (Pakistan Space & Upper Atmosphere Research Commission) હવે ચીનની મદદથી આ સપનાને સાકાર કરશે.

2028 માં ચાંગ-8 મિશન સાથે રોવર મોકલશે

  • પાકિસ્તાન હવે ચીનના Chang'e-8 મિશન (2028) સાથે મળીને ચંદ્ર રોવર મોકલશે.

  • આ રોવરનું વજન અંદાજે 35 કિલોગ્રામ હશે.

  • રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને માહિતી એકત્ર કરશે.

  • મિશનની આખી જવાબદારી SUPARCO સંભાળશે, પરંતુ ટેકનિકલ સહાય ચીનથી મળશે.

હકીકત એવી કે...

  • પાકિસ્તાન આજદિન સુધી પોતાની ટેક્નોલોજીથી એકપણ ઉપગ્રહ અવકાશમાં મૂકી શક્યું નથી.

  • અત્યાર સુધીમાં તેના તમામ ઉપગ્રહો ચીનની મદદથી અવકાશમાં મોકલાયા છે.

  • આ વર્ષે પણ પાકિસ્તાને એક Remote Sensing Satellite ચીનથી જ લૉન્ચ કરાવ્યો હતો.

દેવાંમાં ડૂબેલો દેશ, પરંતુ મિશન ચંદ્ર?

આવા સમયે જ્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા તંગ હાલતમાં છે અને દેશ પર વિશ્વબેંક, IMF અને ચીન જેવા દેશો પાસેથી લીધેલા મોટાં દેવાનું બોજ છે, ત્યારે આવું અવકાશ મિશન કેટલું વ્યવહારુ છે તે પર ચર્ચા ઊભી થઈ છે.

(ઈમેજ AI જનરેટેડ છે)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video
નેપાળમાં રાજકીય ભૂકંપ