Home International Pakistan Masood Azhar Jaish E Mohammad Bahawalpur Headquarter Operation Sindoor

ઓપરેશન સિંદૂરની અસર : હાથમાં કટોરો લઈને બહાર નીકળ્યો મસૂદ અઝહર... આતંકવાદી મુખ્યાલય ફરીથી બનાવશે?

ઓપરેશન સિંદૂરની અસર
Published by: OBS Bureau
Last Updated: Aug 06, 2025, 07:50 AM IST

ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો પર બોજ સાબિત થઈ છે. પાકિસ્તાન ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર મુખ્યાલયને ફરીથી બનાવવા માટે એક મોટું ષડયંત્ર રચી રહ્યું છે. મસૂદ અઝહર બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવી રહ્યો છે અને તેના માટે એક અભિયાન શરૂ કર્યું છે. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ આ માટે ભંડોળ એકત્ર કરી રહ્યો છે.


જમાત દ્વારા દાવો કારાયો!

જમાત દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ''બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. પૈસા ભેગા કરો, કોઈને ખબર ન પડે કે કોણે કેટલા પૈસા આપ્યા છે''.


મસૂદે પોસ્ટ કરી શું લખ્યું?

મસૂદે આ પોસ્ટમાં કહ્યું હતું કે ''આ અભિયાનથી જમીનના ઘણા ભાગો સ્વર્ગ બની જશે. શહીદ થયેલી મસ્જિદો ફરી હસશે અને તેમનો વૈભવ પાછો આવશે. આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું હતું કે જેહાદ માટે ઝંખતા તે પાગલ લોકો માટે નવા રસ્તા ખુલશે''. ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતીય સેનાએ બહાવલપુરમાં જૈશના મુખ્યાલય 'સુભાન અલ્લાહ મસ્જિદ'ને તોડી પાડ્યું હતું. આ દરમિયાન મસૂદ અઝહરના પરિવાર સહિત મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video
નેપાળમાં રાજકીય ભૂકંપ