Home International Pakistan Balochistan Bus Attack Id Check Punjabi Passengers Killed

Pakistan ના બલુચિસ્તાનમાં ઓળખપત્ર જોયા પછી 'ટપોટપ' 9 લોકોની હત્યા : લાહોર જતી બસમાં મુસાફરો સાથે બની ઘટના

Pakistan ના બલુચિસ્તાનમાં ઓળખપત્ર જોયા પછી 'ટપોટપ' 9 લોકોની હત્યા
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 09:16 AM IST

Punjabi passengers killed Balochistan: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હુમલાખોરોએ એક બસ રોકી અને 9 મુસાફરોની ગોળી મારીને હત્યા કરી. આ ઘટના બલુચિસ્તાનના ઝોબ ક્ષેત્રમાં બની હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસ કાલેટાથી લાહોર જઈ રહી હતી. આ દરમિયાન હુમલાખોરોએ બસ રોકી અને મુસાફરોને તેમના ઓળખપત્રો દ્વારા ઓળખી કાઢ્યા, ત્યારબાદ પંજાબના મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા. જે પછી તેમને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા અને હત્યા કરવામાં આવી હતી.

આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી?

આ ઘટના બલુચિસ્તાન પ્રાંતની છે. બલુચિસ્તાન પ્રાંતના પ્રવક્તા શાહિદ રિંદ કહે છે કે, ''ગુરુવારે સાંજે અજાણ્યા હુમલાખોરોએ અનેક મુસાફરોનું અપહરણ કર્યું હતું. હુમલાખોરો લોકોને પોતાની સાથે લઈ ગયા અને તેમની હત્યા કરી દીધી''. અન્ય એક સરકારી અધિકારી નવીદ આલમે જણાવ્યું હતું કે, ''લોકોના મૃતદેહ રાત્રે મળી આવ્યા હતા. તેમના મૃતદેહ ગોળીઓથી વિખરાયેલા હતા. અત્યાર સુધી કોઈ આતંકવાદી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી''.

શંકાની આંગળી બલૂચ બળવાખોરો પર

તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ બલૂચ આતંકવાદીઓ દ્વારા આવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે. આ હુમલા અંગે શંકાની આંગળી બલૂચ બળવાખોરો પર છે. બલૂચ બળવાખોરો પાકિસ્તાન માટે મોટો માથાનો દુખાવો બની ગયા છે. બલૂચ બળવાખોરો માત્ર પાકિસ્તાનથી સ્વતંત્રતાની માંગ કરી રહ્યા નથી પરંતુ તેઓ તેમની જમીન પર ચીનના પ્રોજેક્ટ્સનો પણ વિરોધ કરી રહ્યા છે. બલૂચોનું કહેવું છે કે ચીન તેમના સંસાધનોને લૂંટી રહ્યું છે. બલૂચ બળવાખોરોએ બલૂચિસ્તાનને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડતા CPEC પ્રોજેક્ટ્સ પર કામ કરતા ચીની કામદારો પર પણ અનેક હુમલાઓ કર્યા છે. બલૂચિસ્તાન એક સંસાધનોથી સમૃદ્ધ પ્રદેશ છે, જ્યાં કુદરતી ગેસ, કોલસો, તાંબુ અને અન્ય કિંમતી ખનિજો છે. બલૂચો માને છે કે પાકિસ્તાન અને ચીન સાથે મળીને આ ખનિજોને લૂંટી રહ્યા છે અને બલૂચોનું શોષણ થઈ રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર