QUADએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. આ જઘન્ય કૃત્યના ગુનેગારો, કાવતરાખોરો અને નાણાકીય સહાયકોને કોઈપણ સંકોચ વિના કોર્ટના કંટેડામાં લાવવામાં આવશે. QUAD વિદેશ મંત્રીઓની બેઠક બાદ એક સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં ક્વાડ દેશોએ પહેલગામ આતંકવાદી હુમલા પર પ્રતિક્રિયા આપી હતી. જે સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ક્વાડ દેશોના નેતાઓની આગામી બેઠક માટે યજમાન દેશનું નામ પણ ભારત દ્વારા અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. ચીન અંગે એવું કહેવામાં આવ્યું હતું કે, ક્વાડ દેશો પૂર્વ ચીન સમુદ્ર અને દક્ષિણ ચીન સમુદ્રની પરિસ્થિતિ અંગે ચિંતિત છે. આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર નેવિગેશન અને વેપારની સ્વતંત્રતા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ ખનિજ પુરવઠો સુરક્ષિત કરવા માટે ક્રિટિકલ મિનરલ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ ક્વાડ ઇન્ડો-પેસિફિક લોજિસ્ટિક્સ નેટવર્ક ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ પણ શરૂ કરવામાં આવશે.
QUAD શું છે અને તેનો હેતુ શું છે?
ચતુર્ભુજ સુરક્ષા સંવાદ (QUAD)એ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા 4 દેશોનું એક મંચ છે. વિશ્વના નકશા પર QUAD દેશો એક સીધી રેખામાં છે. આ રેખાનું કેન્દ્રબિંદુ હિંદ-પ્રશાંત મહાસાગર છે. આ મહાસાગરમાં ચીનના વધતા પ્રભુત્વ અંગે ચર્ચા કરવા માટે 1 જુલાઈ, 2025 ના રોજ ક્વાડ દેશોના વિદેશ પ્રધાનો વોશિંગ્ટન, અમેરિકામાં મળ્યા હતા. આ બેઠકનું આયોજન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કર્યું હતું. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, જાપાનના વિદેશ પ્રધાન તાકેશી ઇવાયા, ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
QUADની આગામી બેઠક ભારતમાં?
આ બેઠકનો ઉદ્દેશ્ય એક મુક્ત, ખુલ્લા, સમૃદ્ધ હિંદ-પ્રશાંત મહાસાગરને સુનિશ્ચિત કરવાનો હતો, જે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા પર આધારિત છે. વિદેશ મંત્રી એસ જયશંકરે બેઠક બાદ જણાવ્યું હતું કે ''ક્વાડ દેશોની આગામી બેઠક 2025માં ભારતમાં યોજાવાની છે, જેના માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ માહિતી આપી છે કે, ''વડાપ્રધાન મોદીએ ક્વાડ સમિટ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત આવવા આમંત્રણ આપ્યું છે''
આતંકવાદ પર ભારતનું વલણ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ક્વાડ બેઠક પછી એક નિવેદન બહાર પાડીને આતંકવાદ સામે ઝીરો સહિષ્ણુતાની હિમાયત કરી હતી. તેમણે 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. આ હુમલામાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકે જીવ ગુમાવ્યા હતા. આ હુમલાની નિંદા કરતા મંત્રી જયશંકરે કહ્યું કે, ''ભારત તેની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેશે, તે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા બતાવશે અને દુનિયાએ પણ તે બતાવવું જોઈએ. પીડિતો અને ગુનેગારો વચ્ચે તફાવત છે. તેમને ક્યારેય સમાન ગણી શકાય નહીં. ભારતને તેના લોકોનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત તે અધિકારનો ઉપયોગ કરશે''.






