Home Tech/Gadgets Oppo Reno 16 Series Global Launch Price Specifications Gujarati

Oppo Reno 16 સિરીઝમાં લાવ્યું નવી ટેક્નોલોજી : 7000mAh બેટરી, 80W ફાસ્ટ ચાર્જિંગ અને 50mp કેમેરા, જાણો ફીચર્સ

Oppo Reno 16 Series
Image Credit: Oppo
Published by: Aryan Shah
Last Updated: Jun 26, 2026, 09:24 AM IST

Oppo Reno 16 Series : ટેકનોલોજીની દુનિયામાં જાણીતી કંપની Oppoએ વૈશ્વિક બજારમાં પોતાની નવી સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરી દીધી છે. આ સિરીઝનું નામ Oppo Reno 16 છે. આ નવી સિરીઝ અંતર્ગત કંપનીએ ત્રણ શાનદાર સ્માર્ટફોન માર્કેટમાં ઉતાર્યા છે, જેમાં Oppo Reno 16, Oppo Reno 16F અને Oppo Reno 16 Pro 5Gનો સમાવેશ થાય છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ બેટરી, દમદાર કેમેરા અને એક અનોખો મેગ્નેટિક સ્માર્ટ ડિસ્પ્લે છે. જાણો Oppo Reno 16 અને Oppo Reno 16Fના ફીચર્સ અને કિંમત વિશેની સંપૂર્ણ માહિતી.

અનોખો Oppo બબલ મેગ ઇ-બેજ ડિસ્પ્લે

Oppo Reno 16 સિરીઝની સૌથી મોટી અને આકર્ષક વિશેષતા તેનો Oppo બબલ મેગ ઇ-બેજ ડિસ્પ્લે છે. આ એક ખાસ પ્રકારનો મેગ્નેટિક સ્માર્ટ ડિસ્પ્લે છે જે ColorOS સાથે મળીને કામ કરે છે. આ ડિસ્પ્લે ફોનના પાછળના ભાગ એટલે કે બેક પેનલ સાથે ચુંબકીય રીતે જોડાઈ જાય છે. આ ડિસ્પ્લેની મદદથી યૂઝર્સ પાછળના કેમેરાનો પ્રીવ્યૂ જોઈ શકે છે, જેનાથી શાનદાર સેલ્ફી અને ગ્રુપ ફોટા લેવાનું ખૂબ જ સરળ બની જાય છે.


Oppo Reno 16 સ્માર્ટફોનની કિંમત

કંપનીએ આ શાનદાર સિરીઝને હાલમાં થાઈલેન્ડ અને મલેશિયા જેવા દેશોના બજારોમાં લોન્ચ કરી છે. Oppo Reno 16 સ્ટાન્ડર્ડ ફોન બે વેરિઅન્ટમાં આવે છે. આ ફોનના 8GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત THB 19,999 (આશરે રૂ. 56,000) રાખવામાં આવી છે. જ્યારે તેના મોટા વેરિઅન્ટ એટલે કે 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત THB 22,999 (આશરે રૂ. 65,000) છે. આ ફોન Pop White, Twilight Violet અને Dream Purple જેવા આકર્ષક કલરમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે.

આ પણ ખાસ વાંચો : ગેમર્સની વર્ષોની આતુરતાનો આખરે આવ્યો અંત! : GTA 6નું સ્ટાન્ડર્ડ કે અલ્ટીમેટ એડિશન ખરીદવું? જાણો કિંમત

Oppo Reno 16F સ્માર્ટફોનની કિંમત

Oppo Reno 16F 5G ફોન પણ બે અલગ-અલગ સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. આ ફોનના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત THB 15,999 (આશરે રૂ. 45,000) નક્કી કરવામાં આવી છે. તે જ સમયે, તેના 8GB રેમ અને 256GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત THB 16,999 (આશરે રૂ. 48,000) રાખવામાં આવી છે. આ મોડલ પણ Pop White, Twilight Violet અને Dream Purple કલર ઓપ્શનમાં જ ઉપલબ્ધ છે.

Oppo Reno 16ના શાનદાર સ્પેસિફિકેશન્સ

આ સિરીઝના સ્ટાન્ડર્ડ મોડલ Oppo Reno 16માં કંપનીએ 6.32-ઇંચની કોમ્પેક્ટ AMOLED ડિસ્પ્લે આપી છે, જે 1.5K રિઝોલ્યુશન અને 120Hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ સ્ક્રીન 1,800nitsની જબરદસ્ત બ્રાઇટનેસ સાથે આવે છે. ફોનની સ્પીડ અને પરફોર્મન્સ માટે તેમાં Snapdragon 7 Gen 4 ચિપસેટ આપવામાં આવ્યો છે, જે LPDDR5X રેમ અને UFS 3.1 સ્ટોરેજ ટેકનોલોજી સાથે કામ કરે છે.

Oppo Reno 16નો કેમેરા અને બેટરી પાવર

કેમેરાની વાત કરીએ તો Oppo Reno 16ના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. તેમાં ડ્યુઅલ-એક્સિસ OIS સપોર્ટ સાથે 50mpનો મુખ્ય કેમેરા, 50mpનો અલ્ટ્રાવાઇડ કેમેરો અને 3.5x ઓપ્ટિકલ ઝૂમ તેમજ OIS સપોર્ટ સાથે 50mpનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ મળે છે. સેલ્ફી માટે ફોનની આગળના ભાગમાં ઓટોફોકસ ફીચર સાથે 50mpનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે ફોનમાં 6,700mAhની મોટી બેટરી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ ખાસ વાંચો : Appleનો મોટો ઝટકો : MacBook અને iPadના ભાવમાં કર્યો અધધ... 70 હજારનો વધારો!

Oppo Reno 16Fના એડવાન્સ ફીચર્સ

Oppo Reno 16F સ્માર્ટફોનમાં કંપનીએ થોડો મોટો એટલે કે 6.57-ઇંચની AMOLED ડિસ્પ્લે આપી છે. આ સ્ક્રીન ક્રિસ્ટલ ગાર્ડ પ્રોટેક્શન અને FullHD+ રિઝોલ્યુશન સાથે આવે છે, જેમાં 120Hz રિફ્રેશ રેટ અને 1,400nitsની પીક બ્રાઇટનેસ મળે છે. આ ફોન MediaTek Dimensity 7300-Energy ચિપસેટ દ્વારા સંચાલિત થાય છે જે ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે ખૂબ જ સારો છે.

Oppo Reno 16Fની વિશાળ બેટરી અને કેમેરા સેટઅપ

Oppo Reno 16F આ સિરીઝનો સૌથી મોટી બેટરી ધરાવતો ફોન છે. કંપનીએ આ મોડલમાં 7000mAhની વિશાળ બેટરી પેક કરી છે, જે લાંબા સમય સુધી સાથ આપે છે અને તેને ચાર્જ કરવા માટે 80W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ છે. કેમેરા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો, આ ફોનના રિયર કેમેરામાં ડ્યુઅલ-એક્સિસ OIS સપોર્ટ સાથે 50mpનો મુખ્ય કેમેરો, 8mpનો અલ્ટ્રાવાઇડ કેમેરો અને 3.5x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ સાથે 50mpનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે યૂઝર્સને ઓટોફોકસ ફીચર સાથે 50mpનો શાનદાર ફ્રન્ટ કેમેરો મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now