ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જાહેર કર્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક શરૂઆત હતી અને આવનારા સંજોગોમાં ભારત વધુ શક્તિશાળી પગલાં ભરી શકે છે. ચાણક્ય સંરક્ષણ સંવાદના પૂર્વ કાર્યક્રમમાં તેમને જણાવ્યું હતું કે “ઓપરેશન સિંદૂરને તમે ટ્રેલર સમજો. પૂરું દૃશ્ય તો હજુ શરૂ જ થયું નથી. 88 કલાકમાં જે કાર્યવાહી પૂર્ણ થઈ તે આપણા પ્રતિસાદના ઝડપદાર ઉદાહરણ તરીકે જોવામાં આવવી જોઈએ.”
જનરલ દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે ભારત દરેક સંજોગમાં જવાબ આપવા સક્ષમ છે અને જો પડોશી દેશ ફરી તક આપશે તો આ વખતનું પ્રતિસાદ વધુ સખત રહેશે. “એક જવાબદાર રાષ્ટ્ર પોતાની સરહદોની સુરક્ષા અને પડોશી પ્રત્યેનું વર્તન કેવી રીતે રાખે તે અમે બતાવશું,” એમ તેમણે કહ્યું.
“કોઈ પણ દબાણમાંથી ભય નહીં”
સૈન્ય પ્રમુખે નામ લીધા વિના પાકિસ્તાન અને તેની મદદથી ચાલતા આતંકી મંચોને સીધો સંદેશ આપ્યો કે ભારત હવે બ્લેકમેલમાં આવતું નથી. “પ્રતિબંધિત પત્રઓ આવે કે ચેતવણીઓ, અમને ખબર છે પ્રતિભાવ કોને આપવો છે. દેશ હવે એવી સ્થિતિમાં છે જ્યાં કોઈ પણ દબાણ અસરકારક નથી રહી શકતું.”
તેમણે આ પણ જણાવ્યું કે ઓપરેશન સિંદૂરથી મળેલો મોટો પાઠ એ છે કે નિર્ણયો માટે સમય બહુ મર્યાદિત હોય છે. યુદ્ધ ક્ષેત્રમાં દરેક સ્તરે તાત્કાલિક નિર્ણય જરૂરી છે. “ટોચ પરથી આદેશ આપીને બધું સંભાળાઈ શકે એમ નથી. નીચેના કમાન્ડ સ્ટ્રક્ચર સુધી તાકીદે નિર્ણય લઇને જવાબ આપવા સક્ષમ બનવું પડશે,” એમ તેમણે કહ્યું.
લાંબા યુદ્ધની સંભાવનાનો પણ ઉલ્લેખ
જનરલ દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું કે વિવાદની અવધિ હવે ફક્ત દિવસો કે અઠવાડિયાઓમાં ન માપી શકાય. “જંગ ચાર મહિના થી ચાર વર્ષ સુધી ચાલે તે પણ સંભવ છે. તેથી લંબાયેલી સ્થિતિ માટે પણ અમારી તૈયારી અવરોધરહિત રાખવી પડશે.”
“પાણી અને લોહી એકસાથે વહેતા નથી”
આતંકવાદ બાબતે ઉપેન્દ્ર દ્વિવેદીએ સ્પષ્ટ વલણ દર્શાવ્યું. “જ્યારે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ વધે ત્યારે તે અમારે માટે ચેતી જવાનો સમય હોય છે. શાંતિ પ્રક્રિયા ચાલુ રહી શકે છે, અમે તેનો સમર્થન કરીએ છીએ. પરંતુ એક હાથમાં હથિયાર અને બીજા હાથમાં ચર્ચા સાથે ચાલવું શક્ય નથી.”
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ કમજોર
સેના પ્રમુખના જણાવ્યા મુજબ, જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં આતંકી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાલું વર્ષમાં કુલ 31 આતંકવાદીઓ માર્યા ગયા છે જેમાંથી 61 ટકા પાકિસ્તાની નાગરિકો હતા. “ભરતીના આંકડા સૌથી નીચલા સ્તરે છે. આતંકી સંગઠનમાં જોડાયેલા એવા માત્ર એક વ્યક્તિ પકડાયા છે,” એમ તેમણે જણાવ્યું.
ઉપેન્દ્ર દ્વિવેદીએ ઉમેર્યું કે કલમ 370 રદ થયા પછી પ્રદેશની પરિસ્થિતિમાં વ્યાપક સુધારો થયો છે. “પથ્થરમારો, સૂત્રોચ્ચાર અને બંધ જેવી પ્રવૃત્તિઓ પૂરી રીતે અદૃશ્ય થઈ ગઈ છે. આ આપણા અભિગમની સફળતા છે,” એમ તેમણે કહ્યું.




















