Home Gujarat Operation Shield Sirens Will Sound Again In Gujarat There Will Be A Blackout

OPERATION SHIELD : ગુજરાતમાં ફરી વાગશે સાયરન, થશે બ્લેકાઉટ

OPERATION SHIELD
Published by: OBS Bureau
Last Updated: May 31, 2025, 05:32 AM IST

દેશના સુરક્ષા હિતને ધ્યાનમાં રાખી અને હાલની આંતરિક સ્થિતિ વચ્ચે રાજ્યમાં 'ઓપરેશન શીલ્ડ' અંતર્ગત નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા આજે ફરી મોટી લેવલે મોકડ્રિલ અને બ્લેકઆઉટનો આયોજિત કરવામાં આવ્યો છે. અગાઉ 7 મેના રોજ પાકિસ્તાનમાં ભારતની એરસ્ટ્રાઈક થયા બાદ રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં પહેલી વખત આ અભ્યાસ યોજાયો હતો. ત્યારથી 24 દિવસ બાદ આજે ફરી આ અભ્યાસ યોજાઈ રહ્યો છે.

મહત્વનું છે કે, ગત 22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. તેની જ ચાલસમાં ગુજરાત રાજ્યમાં વ્યાપક સ્તરે મોકડ્રિલ અને બ્લેકઆઉટના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વિભિન્ન વિસ્તારોમાં મોકડ્રિલ અને બ્લેકઆઉટના કાર્યક્રમો:
બનાસકાંઠા:
નડાબેટ સરહદી વિસ્તારમાં સાંજે 5 વાગ્યે મોકડ્રિલ યોજાશે, જ્યારે વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાંજે 7:45થી 8:15 સુધી સંપૂર્ણ બ્લેકઆઉટ રહેશે. આ સમયે દુર્ઘટનાગ્રસ્ત નાગરિકોને બચાવવી, સારવાર આપવી અને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીનું અભ્યાસ કરાશે.

પાટણ:
જિલ્લામાં પાટણ, સિદ્ધપુર, રાધનપુર, ચાણસ્મા સહિત 18 લોકેશનો પર સાંજે 5 વાગ્યાથી ડ્રિલ હાથ ધરાશે. રાત્રે 8થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ રહેશે.

ભુજ:
સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે સાંજે 5:30 વાગ્યે ડ્રિલ શરૂ થશે. આ મોકડ્રિલ માત્ર મ્યુઝિયમ આસપાસના વિસ્તારોમાં જ લાગુ રહેશે. રાત્રે 8થી 8:30 દરમિયાન અંશિક બ્લેકઆઉટ થશે.

અમદાવાદ:
શાહીબાગ કેન્ટોનમેન્ટ અને વીરમગામ પોલીસ લાઇન ખાતે જુદી જુદી કવાયો તેમજ રાત્રે 7:45થી બ્લેકઆઉટ યોજાશે.

રાજકોટ:
માધાપર વિસ્તારમાં 6:45 વાગ્યાથી ડ્રિલ શરૂ થશે. રાત્રે 8થી 8:15 દરમિયાન સમગ્ર વિસ્તારમાં બ્લેકઆઉટ જાહેર કરાશે.

વડોદરા:
પાદરા શહેર, કરજણ તાલુકાનું જૂની જીથરડી ગામ અને ઇએમઇ સ્કૂલ કંપાઉન્ડ ખાતે મોડે સાંજ સુધી ડ્રિલ અને બ્લેકઆઉટ યોજાશે.

મોકડ્રિલ અને બ્લેકઆઉટનું મહત્વ:
મોકડ્રિલ એ એક પ્રકારની રિહર્સલ છે જેમાં વહીવટી તંત્ર અને નાગરિકો કટોકટી સ્થિતિમાં કેવી રીતે અને કેટલી ઝડપથી પ્રતિક્રિયા આપે છે તેની કસોટી થાય છે. બ્લેકઆઉટ દરમિયાન તમામ વિજળીના સ્ત્રોતો બંધ કરીને દુશ્મન દેશના હમલાથી બચાવ માટે તત્પરતા દાખવવી હોય છે.

આ પ્રકારના અભ્યાસોથી સંભવિત દુશ્મન હમલાની સ્થિતિમાં વધુ અસરકારક અને સમન્વયિત પ્રતિસાદ આપવા રાજ્ય તંત્ર તૈયાર રહે તે આશયથી આવું આયોજન કરવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now