આજે સરહદી રાજ્યો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં શનિવારે યોજાનારી મોક ડ્રીલ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ઓપરેશન શીલ્ડ હેઠળ આ કવાયતમાં હવાઈ હુમલાઓથી બચવા માટે પ્રેક્ટિસ કરવામાં આવશે. આ સાથે સુરક્ષા અને કટોકટી વ્યવસ્થાનું પણ પરીક્ષણ કરવામાં આવશે. આ પછી, મોડી સાંજે બ્લેકઆઉટ પણ કરવામાં આવશે.
મોકડ્રીલનાં ભાગરૂપે ગુજરાતનાં 18 જિલ્લાઓમાં પણ બ્લેક આઉટ કરવામાં આવશે.
ફાયર સર્વિસિસ અને હોમગાર્ડ્સના ડિરેક્ટોરેટ જનરલે કહ્યું છે કે આ મોક ડ્રીલ દુશ્મન વિમાન, ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો સામનો કરવાની રીતો સમજાવશે. આ દરમિયાન, સાયરન વગાડવામાં આવશે અને કટોકટી પ્રતિભાવ પ્રણાલીઓનું પણ પરીક્ષણ કરવામાં આવશે.
ઓપરેશન શીલ્ડ દરમિયાન, નાગરિક સુરક્ષા અંગે સ્થાનિક વહીવટીતંત્રની તૈયારી સુનિશ્ચિત કરવા, NCC, NSS, ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સ જેવા સ્વયંસેવકોની સેવાઓ લેવા, દુશ્મન વિમાન અને મિસાઇલ હુમલાઓ અંગે વાયુસેના અને નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઇન સ્થાપિત કરવા, હવાઈ હુમલાના સાયરન સક્રિય કરવા, બ્લેકઆઉટ સુનિશ્ચિત કરવા, જાહેર જનતા અને સંપત્તિની સુરક્ષા જેવી વિવિધ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ, પહેલગામ આતંકવાદી હુમલા પછી, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના પર 7 મેના રોજ 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી.
મોક ડ્રીલમાં શું થશે ?
ગૃહ વિભાગની સૂચના મુજબ, જિલ્લામાં એક જગ્યાએ મોક ડ્રીલ હાથ ધરવામાં આવશે
દુશ્મનના વિમાનો, ડ્રોન અને મિસાઇલ હુમલાઓથી બચવાની પદ્ધતીઓ સમજાવવામાં આવશે
હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે
ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ્સનું પરીક્ષણ કરવામાં આવશે
સંપૂર્ણ બ્લેકઆઉટ સુનિશ્ચિત કરવા માટેની તૈયારીઓ
મહત્વપૂર્ણ બેઝ, ઇમારતો અને સંસ્થાઓની સલામતી સુનિશ્ચિત કરવી
ખતરનાક સ્થળોએથી લોકોને સલામત સ્થળોએ મોકલવાની તૈયારીઓ
વિમાન અને મિસાઇલ હુમલાના કિસ્સામાં વાયુસેના અને નાગરિક સંરક્ષણ નિયંત્રણ રૂમ વચ્ચે હોટલાઇન સ્થાપિત કરવાની તૈયારીઓ
સ્થાનિક વહીવટીતંત્રની તૈયારીઓ અને તૈયારીઓનું પરીક્ષણ કરવું
NCC, NSS, ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સ જેવા સ્વયંસેવકોની સેવાઓ લેવી






