Home Gujarat Once Again A Serious Drink And Drive Incident Occurred In Vadodara

વડોદરામાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઇવ ગંભીર ઘટના : કારેલીબાગમાં VIP રોડ પર નશામાં ધૂત કારચાલકે મચાવ્યો હંગામો

વડોદરામાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઇવ ગંભીર ઘટના
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 10:26 AM IST

વડોદરા શહેરમાં ફરી એકવાર ડ્રિંક એન્ડ ડ્રાઇવની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

નશોમાં ધૂત નબીરો બેફામ બન્યો!

મળતી માહિતી મુજબ કારેલીબાગના વીઆઈપી રોડ પર આવેલા વીરનગર પાસે રાત્રીના અંદાજે એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે એક કારચાલક પુષ્કળ પ્રમાણમાં નશો કરીને બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન તેણે રસ્તા પર ઉભેલા તેમજ પસાર થતા અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

ઘટનાના પગલે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને પરિસ્થિતિ તંગ બની હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ગંભીર ઇજા કે જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસ સ્ટેશનને માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને નશામાં વાહન ચલાવનાર કારચાલક સામે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now