Home International On Grimsey Island There Lives Only 20 People

નાનો પણ અમીર દ્વીપ : આ દ્વીપ પર રહે છે ખાલી 20 લોકો, આવી અમીરી જોઈને લોકો મોઢામાં નાંખી જાય છે આંગળા

નાનો પણ અમીર દ્વીપ
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2025, 02:30 AM IST

આજે આપણે વાત કરવાની છે એક એવા દ્વીપની જ્યાં માત્ર 20 જ લોકો રહે છે, અને એ લોકો એટલા અમીર છે કે, તમને જોઈને મોઢામાં આંગળા નાંખી જશો. એક એવો ટાપુ છે જ્યાં માત્ર 20 લોકો જ કાયમી રહે છે. તેનું નામ ગ્રિમ્સી આઇલેન્ડ છે. Grímsey દ્વીપ માત્ર 6.5 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને આઇસલેન્ડના ઉત્તરી કિનારે લગભગ 40 કિલોમીટર દૂર સ્થિત છે. આ એક માત્ર એવો ભાગ છે જે આર્ક્ટિક સર્કલની અંદર આવે છે.

ગ્રિમ્સી ટાપુ પર કોઈ ડૉક્ટર કે પોલીસ સ્ટેશન નથી. અહીં દર ત્રીજા અઠવાડિયે પ્લેનથી ડૉક્ટર આવે છે અને અહીંના લોકોનું ચેકઅપ કરે છે. જ્યાં સુધી વાત સુરક્ષાની છે તો આફતની સ્થિતિમાં તટરક્ષક બળ અને ઈમરજન્સી સેવાઓએ દ્વીપના લોકોને પ્રશિક્ષિત કર્યા છે. એવામાં ઈમરજન્સીમાં લોકોએ પોતાના પર જ નિર્ભર રહેવું પડે છે.આ ટાપુ પર રેસ્ટોરન્ટ, બાર, સ્વિમિંગ પૂલ, પુસ્તકાલય, ચર્ચ અને એરસ્ટ્રીપ છે. આ સિવાય અહીં એક કરિયાણાની દુકાન છે, જે દરરોજ એક કલાક ખુલ્લી રહે છે. ગ્રિમ્સી આઇલેન્ડ એટલું દૂરસ્થ છે કે તે રાષ્ટ્રીય પાવર ગ્રીડ સાથે જોડાયેલ નથી. આ કારણે સમગ્ર ટાપુ ડીઝલ જનરેટર પર ચાલે છે.

હવામાન અને સમુદ્રના પક્ષીઓના મામલામાં આ દ્વીપ શાનદાર છે. કહી શકાય કે આ મામલામાં તેની સમૃદ્ધિ જોવા લાયક છે. અહીં દરેક મોસમ અલગ અલગ હોય છે. જેમ કે શિયાળામાં નોર્ધન લાઈટ્સ, તારા અને તોફાન આવે છે. તો વસંતના મોસમમાં રોશની અને પક્ષીઓ આવે છે. અહીં લાખોની સંખ્યામાં સમુદ્રી પક્ષીઓ છે. એક સર્વે અનુસાર અહીં પ્રતિ વ્યક્તિ 50 હજાર પક્ષીઓની વસ્તિ છે. જો કે, કેટલાક દરિયાઈ પક્ષીઓ થોડા જોખમી પણ હોય છે. જો તમે તેમના માળખાની ખૂબ નજીક જાઓ તો આર્કટિક ટર્ન્સ તમારા પર હુમલો કરવા માટે કુખ્યાત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક