Home International Ogovt Increases Excise Duty By 2 Rupee Each On Petrol And Diesel Ffbeatstories

શું પેટ્રોલ, ડીઝલ મોંઘા થશે? : સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં અચાનક વધારો કર્યો

શું પેટ્રોલ, ડીઝલ મોંઘા થશે?
Published by: OBS Bureau
Last Updated: Apr 07, 2025, 10:59 AM IST

સોમવારે પેટ્રોલ-ડીઝલને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. સરકારે અચાનક જ એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. જેને જોતા શુ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થશે? તેવી આશંકાઓ વ્યક્ત થતી જોવા મળી રહી છે. 

પેટ્રોલ-ડીઝલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સરકારે પેટ્રોલ-ડિઝલ પરની એકસાઈઝ ડ્યુટી વધારે છે. જેને જોતા પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થશે કે   નહીં તે ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. આજરોજ અમદાવાદમાં પેટ્રોલનાં રૂ.94.47 અને ડીઝલનાં રૂ.90.16 જ્યારે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે. ખરેખર, સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી છે.

સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે સરકારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પણ 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે બાદ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ રાહતની વાત એ છે કે એક્સાઈઝ ડ્યુટીમાં વધારાની સાથે જ સરકારે કહ્યું છે કે તેની સામાન્ય ગ્રાહકો પર કોઈ અસર નહીં થાય.


અગાઉ ક્યારે-ક્યારે સરકારે ડ્યુટી વધારી હતી

પહેલા આપણે સમજીએ કે આ એક્સાઈઝ ડ્યુટી શું છે? તો અમે તમને જણાવી દઈએ કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી એ કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલ ટેક્સ છે, જે ઈંધણની કિંમતનો મોટો ભાગ બનાવે છે. હાલમાં પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 19.90 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી લગભગ 15.80 રૂપિયા પ્રતિ લિટર છે. નોંધનીય છે કે 2014માં પેટ્રોલ પર 9.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 3.56 રૂપિયા પ્રતિ લીટરની એક્સાઈઝ ડ્યુટી હતી, જે બાદમાં ઘણી વખત વધારવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,