આવતીકાલે નવા મંત્રી મંડળના શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે મંત્રીઓના શપથ વિધિ સમારોહ બાદ તેમના કાર્યાલયમાં વચગાળાની વ્યવસ્થાના ભાગ રુપે 35 સેકશન અધિકારીઓની અંગત સચિવની કામગીરી માટે અને 35 નાયબ સેકશન અધિકારીઓની અંગત મદદનીશની કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે.
મંત્રીઓના અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી
મંત્રીના હોદ્દા ગ્રહણ કર્યા તારીખથી બે માસના સમયગાળા માટે અથવા નિયમિત સ્ટાફની નિમણૂક કરવામાં આવે ત્યાં સુધી, એ બે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી કામચલાઉ અધિકારીઓની નિમણૂક કરવા માટે પસંદગી કરવામાં આવી છે. આ અધિકારી/કર્મચારીઓને મંત્રીઓના કાર્યાલયની કામગીરીથી અવગત કરાવવા તેઓને તા.17/10/2025ના રોજ એટલે કે, આવતીકાલે સવારે 10.00 કલાકે કમિટી રૂમ-1, નવા સચિવાલય બ્લોક નં.1, 4થો માળ, ખાતે મીટીંગમાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.
જુઓ લિસ્ટ, કોણ ક્યાં વિભાગમાં?






