Home Religion Numerology Number 8 Shani Connection Success And Challenges

Numerologyમાં અંક 8થી લોકો કેમ ગભરાય છે? : જાણો શનિ દેવના આ મૂળાંક પાછળ છુપાયેલું રહસ્ય, તેની અસીમ શક્તિ

Numerologyમાં અંક 8થી લોકો કેમ ગભરાય છે?
Published by: OBS Bureau
Last Updated: Dec 31, 2025, 03:00 AM IST

શું આપે ક્યારેય નોંધ્યું છે કે કેટલાક લોકો 8 નંબરનું નામ સાંભળતા જ ફાળ અનુભવે છે? જ્યારે બીજી તરફ વિશ્વના અનેક શક્તિશાળી અને અબજોપતિ લોકો માટે આ જ અંક તેમની સફળતાની ચાવી સાબિત થયો છે. અંક જ્યોતિષ (Numerology)માં 8 નંબરને સૌથી વધુ 'રહસ્યમય' અને 'શક્તિશાળી' માનવામાં આવે છે. આ અંકને 'કર્મનો અંક' કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે આ નંબર તમારી સાથે તેવું જ વર્તન કરે છે જેવું તમે પોતે કામ પ્રત્યે રાખો છો. જો તમે મહેનતથી ડરો છો તો આ અંક પડકારો ઉભા કરે છે, પરંતુ જો તમે મક્કમ રહો છો તો તે તમને સફળતાના એવા શિખરે પહોંચાડે છે જેની કોઈ સીમા નથી. જાણો શનિ દેવના આ અંકમાં એવું તે શું છે જે તેને ખાસ બનાવે છે:

શનિ દેવ સાથે સીધો સંબંધ

અંક 8 નો સ્વામી 'શનિ' ગ્રહને માનવામાં આવે છે. જે રીતે શનિ દેવ ન્યાયના દેવતા છે, તે જ રીતે આ નંબર પણ તમારા કર્મોનો હિસાબ રાખે છે. જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 8, 17 અથવા 26 તારીખે થયો હોય, તેમના પર શનિની વિશેષ નજર રહે છે. આ અંક વ્યક્તિને શોર્ટકટ લેતા અટકાવે છે અને સાચા માર્ગ પર ચાલતા શીખવે છે.

સંઘર્ષથી સફળતા તરફની સફર

આ મૂલાંક ધરાવતા લોકોનું જીવન ક્યારેય સરળ હોતું નથી. તેમને દરેક નાની વસ્તુ મેળવવા માટે પણ અન્ય લોકો કરતા વધુ પરસેવો પાડવો પડે છે. જોકે, રસપ્રદ વાત એ છે કે આ સંઘર્ષ બાદ જે સફળતા મળે છે તે અત્યંત સ્થિર અને ભવ્ય હોય છે. આ નંબર વ્યક્તિને મુશ્કેલીઓ સામે લડવા માટે લોખંડ જેવો મજબૂત બનાવે છે.

શૂન્યમાંથી સર્જન કરનારો અંક

શું આપ જાણો છો કે અંક 8 ને સંપત્તિ અને સત્તા (Power) નો અંક પણ કહેવામાં આવે છે? જો તમારી મહેનત યોગ્ય દિશામાં હોય તો આ અંક તમને અચાનક શૂન્યમાંથી સર્જન કરાવી શકે છે. વ્યાપાર જગતમાં આ અંકનું ખૂબ સન્માન છે કારણ કે તે મેનેજમેન્ટ અને નેતૃત્વની જબરદસ્ત શક્તિ આપે છે.

કાર્યોમાં વિલંબ અને અશુભ અસરો

ઘણીવાર લોકો અંક 8 થી એટલા માટે ગભરાય છે કારણ કે તે કામમાં 'વિલંબ' (Delay) કરાવે છે. જ્યારે બધું અટકી જાય અથવા વારંવારની મહેનત નિષ્ફળ જતી લાગે, ત્યારે સમજવું કે આ અંક તમારી ધીરજની કસોટી કરી રહ્યો છે. ક્યારેક આ અંક વ્યક્તિને હઠીલો અને એકલવાયો પણ બનાવી દે છે, જેના કારણે તેને પરિવાર સાથે તાલમેલ બેસાડવામાં મુશ્કેલી પડે છે.

અનંત શક્તિનું પ્રતિક

ગણિતમાં જો 8 નંબરને આડો કરી દેવામાં આવે તો તે 'Infinity' (અનંત) નું ચિહ્ન બની જાય છે, જેનો કોઈ અંત નથી. આ સંકેત છે કે તમારી અંદર છુપાયેલી ઉર્જા અસીમિત છે. આ નંબર તમને વારંવાર પડીને ફરી બેઠા થતા શીખવે છે

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now