ભારતીય સેનાએ ઓક્ટોબરમાં ચીન સાથે વાતચીત દરમિયાન એક સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો હતો. આ સ્માર્ટફોન (સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન) ‘સંભવ’ નામથી ઓળખાય છે. આર્મીના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોનનો ઉપયોગએ સુનિશ્ચિત કરે છે કે સમગ્ર કોમ્યુનિકેશન સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત રહે.
હેતુ શું છે ?
રિપોર્ટ્સ અનુસાર, આ સ્માર્ટફોન્સમાં M-Sigma નામની એપ છે. તે WhatsApp જેવી છે અને તેનો ઉપયોગ મેસેજ મોકલવા, ડોક્યુમેન્ટ્સ, ફોટો અને વીડિયો શેર કરવા માટે થાય છે. સેનાને આશા છે કે આ સ્માર્ટફોનથી મહત્વપૂર્ણ ડેટા લીક નહીં થઈ શકે.
આ સ્માર્ટફોન લગભગ 30,000 આર્મી ઓફિસરને આપવામાં આવ્યો છે. આનાથી તેઓ સુરક્ષિત રીતે વાત કરી શકે છે. આ સ્માર્ટફોનમાં ખાસ એપ્સ હોય છે. આ માહિતીને સુરક્ષિત શેર કરવામાં મદદ કરે છે. આ સ્માર્ટફોન 5G ટેક્નોલોજી પર કામ કરે છે. એટલું જ નહીં, તે Airtel અને Jio જેવા નેટવર્ક પર પણ કામ કરી શકે છે.
ડેટા હવે નહીં થાય લીક
અગાઉ ભારતીય સેનાના અધિકારીઓ વોટ્સએપ જેવી એપનો ઉપયોગ કરતા હતા. કેટલીકવાર આ એપ્સ દ્વારા ડેટા લીક થઈ જતા હતા. હવે સેના નવા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. આ સ્માર્ટફોન સંપૂર્ણપણે એનક્રિપ્ટેડ છે. આની મદદથી માહિતીને સુરક્ષિત રાખી શકાય છે. આ સ્માર્ટફોનને ભારતીય સેનાના કોમ્યુનિકેશન નેટવર્કને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.




















